How to On Notification in Gmail For Desktop : જીમેઇલ (Gmail) કૉમ્યુનિકેશનને એક મહત્વનો ભાગ છે. આના દ્વારા આપણે જરૂરી ફાઇલ, ડૉક્યૂમેન્ટ, ફોટો, વીડિયો (Video) કે કન્ટેન્ટ એકબીજાને મોકલીએ છીએ. આ પર્સનલ અને પ્રૉફેશનલ, બન્ને રીતે ખુબ જરૂરી છે. આનો ઉપયોગ આપણે મોબાઇલ (Mobile) અને કૉમ્પ્યુટર (Computer) પર કરીએ છીએ. મોબાઇલમાં આપણે આસાનીથી નૉટિફિકેશન સેટિંગ ઓન કરી લઇએ છીએ જેનાથી જીમેઇલ (Gmail) પર કોઇપણ નવો મેઇલ આવે છે, તો આપણને તેની ખબર પડી જાય છે, પરંતુ ડેસ્કટૉપ (Desktop) પર એવુ નથી થતુ. આજે અમે તમને બતાવીશુ કે એક ટ્રિક જેનાથી તમે ડેસ્કટૉપ પર પણ નવા ઇમેઇલનુ નૉટિફિકેશન મેળવી શકીએ છીએ.
કેમ જરૂરી છે આ સેટિંગ્સ-
ખરેખરમાં, જ્યારે આપણે ડેસ્કટૉપ (Desktop) પર કામ કરી રહ્યાં હોઇએ છીએ, ત્યારે ત્યાં ઘણીબધી ટેબ અને વિન્ડો ખુલ્લી હોય છે. આપણે જો કોઇ બીજી વિન્ડો પર બિઝી અને આ બધાની વચ્ચે કોઇ જરૂરી ઇમેલ (Email) આવી જાય તો આની જાણ નથી થતી. જ્યાર સુધી આપણે જીમેઇલ (Gmail) પર જઇને તે ઇમેઇલને વાંચીએ ત્યાં સુધી બહુ મોડુ થઇ ગયુ હોય છે. આવામાં ડેસ્કટૉપ પર પણ નૉટિફિકેશન જરૂરી બની જાય છે.
આ રીતે ઓન કરો સેટિંગ્સ-
જો તમે તમારા ડેસ્કટૉપ પર આ સેટિંગને ઓન કરવા માંગો છો, તો તમારે નીચે બતાવેલા સ્ટેપ્સને ફોલો કરવા પડશે.
સૌથી પહેલા પોતાનો જીમેઇલ ઓપન કરો.
હવે ટૉપ અને રાઇડ સાઇડમાં સેટિંગના આઇકૉન પર ક્લિક કરો.
અહીં તમને ઉપરમાં જ See All Settings નો ઓપ્શન દેખાશે.
તમારે આના પર ક્લિક કરવાનુ છે. આ પછી એક પેજ ખુલશે જેમાં કેટલાય ઓપ્શન હશે. તમારે આરામથી સ્ક્રૉલ કરતા નીચે આવવાનુ છે.
નીચે Desktop notifications દેખાશે. આની સામે વાદળી કલરમાં Click here to enable desktop notifications for Gmail નો ઓપ્શન દેખાશે.
તમારે આના પર ક્લિક કરવાનુ છે. આ પછી એડ્રેસ બારમાં નૉટિફિકેશન એલાઉનો ઓપ્શન આવશે. તેને અલાઉ કરી દો.
આ પછી તમારે ડેસ્કટૉપ પર પણ મેઇલનુ નૉટિફિકેશન મળવા લાગશે.
આ પણ વાંચો-
BLOG: 1946નો ભારતીય નૌસેના બળવો: ક્રાંતિકારી હડતાલ, બ્રિટન ધરાશાયી
Relationship Tips: ક્યારેય નથી બદલાતા પાર્ટનરની આ 4 આદતો, જાણો કેવી રીતે કરશો એડજસ્ટમેંટ
અત્યંત નાના ટ્યુમરની અને કાપા વિનાની સ્ટીરીયોસ્ટેટિક સર્જરી કરે છે આ મશીન, જાણો કેટલી છે કિંમત