Google Andriod 15: ગૂગલે એન્ડ્રોઇડ 15 લૉન્ચ કર્યું છે. એન્ડ્રોઇડ 15 સાથે ગૂગલે તેના યૂઝર્સસ માટે ઘણી નવી અદ્યતન સુરક્ષા સુવિધાઓ રજૂ કરી છે. આમાંથી એક છે થેફ્ટ ડિટેક્શન લૉક ફિચર. આ એક એડવાન્સ સિક્યૉરિટી ફિચર હશે. જો ફોન ચોરાઈ જાય, તો આ ફોન પોતાની જાતને લૉક કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત, ઑફલાઇન ડિવાઇસ લૉક અને રિમૉટ લૉક નામના અન્ય બે સિક્યૉરિટી ફિચર્સ પણ રૉલઆઉટ કરવામાં આવ્યા છે. આવો, આ ફિચર વિશે વિગતે જાણીએ.


જાણો કઇ રીતે કામ કરે છે આ ફિચર 
એન્ડ્રોઇડ 15 સાથે આવતા Theft Detection Lock ફિચર વિશે વાત કરીએ તો, તેનું નામ જ જણાવે છે કે ફોન ચોરાઈ ગયા પછી તે કેવી રીતે કામ કરે છે. આ ફિચર ફોન ચોર્યા બાદ તેને સંપૂર્ણ રીતે લૉક કરી દેશે, જેથી ચોર ફોનમાં હાજર ડેટાનો ઉપયોગ કરી શકશે નહીં.


ગૂગલે આ ફિચર વિશે વિગતવાર માહિતી આપી છે. જો કોઈ તમારો ફોન ચોરીને ભાગી જાય છે, તો આ સુવિધા તે ક્ષણને જાણીને તમારા ફોનને આપમેળે લૉક કરી દેશે. આવી સ્થિતિમાં કોઈ તમારા ફોનને એક્સેસ કરી શકશે નહીં અને ફોન સંપૂર્ણપણે લોક થઈ જશે.


કંપનીએ કહ્યું છે કે આ ફિચર ટૂંક સમયમાં તમામ એન્ડ્રોઇડ ડિવાઇસમાં ઉપલબ્ધ થશે. જો કે, આ ફિચર Android Go પર કામ કરતા ફોન અને ટેબ પર કામ કરશે નહીં.




ઓફલાઇન ડિવાઇસ લૉક અને રિમૉટ લૉક - 
આ સાથે, કંપનીએ ઑફલાઇન ડિવાઇસ લૉક અને રિમોટ લૉક નામના બે અન્ય ફિચર્સ પણ બહાર પાડ્યા છે. ઑફલાઇન ડિવાઇસ લૉકમાં જો તમારો ફોન લાંબા સમય સુધી ઑફલાઇન રહે છે, તો આ સુવિધા તમારા ડિવાઇસને લૉક કરે છે. તે જ સમયે, રિમૉટ લોકમાં, ફોન ચોરાઈ જવાની સ્થિતિમાં તમે ફોનને બીજા ફોનથી લોક કરી શકો છો.


આ પણ વાંચો


WhatsApp લાવી રહ્યું છે નવું ફિચર, હવે ચેટને આપી શકશો અલગ-અલગ થીમ, જાણો કઇ રીતે