MS Dhoni Novel Atharva The Origin : ક્રિકેટની પીચ પર શાનદાર ઇનિંગ્સ રમ્યા બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર અને કેપ્ટન એમ.એસ. ધોની હવે પોતાના કરિયરની એક નવી ઇનિંગ રમવા માટે તૈયાર છે. ધોની જલદી એક ગ્રાફિક નોવેલમાં જોવા મળશે જેનો ફર્સ્ટ લૂક પૂર્વ ક્રિકેટરે જાહેર કર્યો છે.


  ધોનીએ પોતાના ફેસબુક પેઝ પર ગ્રાફિક નોવેલ ‘અથર્વઃ ધ ઓરિજિન’ (Atharva: The Origin)નું ટિઝર રીલિઝ કર્યું છે.  જેમાં તે સુપર હિરોની ભૂમિકા જોવા મળી રહ્યો છે. ‘અથર્વ’. ધોનીના ગ્રાફિક નોવેલનું ટિઝર રીલિઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે અને ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે. ફેન્સ હવે આ નોવેલના રીલિઝની રાહ જોઇ રહ્યા છે.



ધોનીએ જે ટીઝર કર્યું છે તે પુરી રીતે એનિમેટેડ છે. આ ટીઝરમાં માહી રાક્ષસોની ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને એકલા જ તેમની સાથે લડી રહ્યા છે. જોકે, ટીઝરમાં હાલમાં કોઇ વોઇસ ઓવર સંભળાઇ રહ્યું નથી. ફક્ત ધોનીનો લૂક જોવા મળી રહ્યો છે. આ ગ્રાફિક નોવેલનું નિર્માણ Virzu Studios અને MIDAS Deals પ્રાઇવેટ લિમિટેડે સાથે મળીને બનાવ્યું છે.


ધોની આ નોવેલને લઇને ખૂબ એક્સાઇટેડ છે. આ અંગે ધોનીએ કહ્યું કે હું આ પ્રોજેક્ટ સાથે જોડાઇને ખૂબ આનંદ અનુભવી રહ્યો છું. અથર્વઃ ધ ઓરિજિન એક આકર્ષક નોવેલ છે જેની વાર્તા ખૂબ એન્ગેજિંગ છે. જેમાં શાનદાર આર્ટવર્ક કર્યું છે. લેખક રમેશ થમિલમનીએ ભારતની પ્રથમ પૌરાણિક સુપરહીરો નોવેલને પણ કન્ટેમ્પરેરી ટ્વિસ્ટ સાથે લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો છે જે અભ્યાસ કરનારાની અંદર વધુ ઉત્સુકતા પેદા કરશે. નોંધનીય છે કે આ નોવેલ પર અનેક વર્ષોથી કામ થઇ રહ્યું હતું.


 


Government Scheme: આ રાજ્યના ખેડૂતોને મળે છે 16 હજાર રૂપિયા, જાણો યોજનાની ડિટેલ


ગુજરાતના વધુ એક પક્ષી અભયારણ્યને રામસર સાઇટ જાહેર કરાઇ, જાણો વિગત


Tulsi Farming: તુલસીની ખેતી કરીને કમાઈ શકો છો તગડો નફો, દવાથી લઈ બ્યૂટી પ્રોડક્ટ્સ સુધી દરેક જગ્યાએ છે માંગ


Vacancy: Ministry of Communications & IT માં નીકળી ભરતી, 60 હજાર મળશે પગાર