Infinix Zero Flip : Infinixનો પહેલો ફોલ્ડેબલ સ્ક્રીન ફોન ઝીરો ફ્લિપ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે. આ ફોન ભારતીય બજારોમાં 17 ઓક્ટોબરે લોન્ચ થશે. આ પહેલા ચીનની બ્રાન્ડનો આ ફોન ગ્લોબલ માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં લોન્ચ થયા પહેલા જ આ ફોનની કિંમત અને અન્ય ફીચર્સ વિશે જાણકારી સામે આવી છે. કંપનીએ ફોનની ડિઝાઇન અને કેટલાક ફીચર્સ અંગે સત્તાવાર પુષ્ટિ કરી છે.
Infinix Zero Flip સ્માર્ટફોન કંઈક અંશે Motorola Razr 50 અને Samsung Galaxy Z Flip 6 જેવો દેખાય છે. જોકે, Infinixનો આ ફ્લિપ ફોન અન્ય કંપનીઓની સરખામણીમાં 30-40 ટકા ઓછી કિંમતે આવી શકે છે. આ ફોનની કિંમત 55,000 રૂપિયાથી ઓછી હોવાની શક્યતા છે.
Infinix Zero Flip: સંભવિત ફીચર્સ
ફીચર્સ વિશે વાત કરીએ તો, આ ફોનમાં 3.64 ઇંચ AMOLED કવર ડિસ્પ્લે મળી શકે છે, જે 120Hz હાઇ રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આ ફોનમાં 4,720mAh બેટરી મળી શકે છે, જે 70W ફાસ્ટ ચાર્જિંગ ફીચરને સપોર્ટ કરશે. આ સિવાય આ ફોન 8GB ફિઝિકલ અને 8GB વર્ચ્યુઅલ રેમ ફીચર સાથે લોન્ચ થઈ શકે છે. આ સિવાય તેમાં 512GB સુધીની ઈન્ટરનલ સ્ટોરેજ પણ મળી શકે છે.
તમને Google Gemini AI થી ફાયદો થશે
Infinixના આ ફોનમાં Google Gemini AI મળી શકે છે. આ ફોન MediaTek Dimensity 8020 પ્રોસેસર પર કામ કરશે. હાલમાં જ ગૂગલે જેમિની AIને વધુ સારી રીતે અપગ્રેડ કર્યું છે, જેના પછી તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ બની ગયો છે. હિન્દી સહિત અન્ય ઘણી ભાષાઓમાં તેનો ઉપયોગ કરી શકાય છે.
ફોનનો કેમેરા સેટઅપ કેવો હશે?
Infinixના આ ફોનમાં બે 50MP કેમેરા હોઈ શકે છે. ફોનનો મુખ્ય કેમેરા OIS એટલે કે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન ફીચરને સપોર્ટ કરશે. આ ઉપરાંત ફોનમાં 50MP સેલ્ફી કેમેરા પણ આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો : યુ-ટ્યુબથી કરો છો કમાણી તો તેના પર કેટલો આપવો પડશે ટેક્સ, અહી સમજો સંપૂર્ણ ગણિત