Online netbanking:બેન્ક ન જવાના ચક્કરમાં જો આપ નેટબેન્કિંગથી ટ્રાન્સિઝકશન કરવાનું પસંદ કરતા હો તો થોડી સાવધાની જરૂરી છે નહિ તો આપને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
બેન્ક ન જવાના ચક્કરમાં જો આપ નેટબેન્કિંગથી ટ્રાન્સિઝકશન કરવાનું પસંદ કરતા હો તો થોડી સાવધાની જરૂરી છે નહિ તો આપને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. તાજેતરમાં જ ICICIએ બેન્કિંગ ફ્રોડને લઇને તેમના ગ્રાહકોને સચેત કર્યા હતા. તો જાણીએ નેટબેન્કિગ યુઝ કરતી વખતે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
બેન્કે ગ્રાહકોને કર્યો એલર્ટ
તાજેતરમાં જ ICICIએ બેન્કિંગ ફ્રોડને લઇને તેમના ગ્રાહકોને સચેત કર્યા હતા. જો આપના મોબાઇલ નેટવર્ક, એલર્ટ કે કોલમાં લાંબા સમયથી સિંગનલ ન રહે તો મોબાઇવ નેટવર્ક ઓપરેટરનો સંપર્ક કરો. બેન્કે તેમના ગ્રાહકોને સ્વિમ સ્વેપ દ્રાાર થતાં ફ્રોડથી સચેત કર્યાં છે.
શું હોય છે સિમ સ્વૈપ
સિમ સ્વૈપ હેકર્સનો નવો પેતરો છે. જેમના દ્રારા હેકર્સ આપના રજિસ્ટર્ડ નંબરથી એક નવું સિમ ચાલુ કરી તેના પર આવતી બઘી જ બેન્કની જાણકારી અને ઓટીપી હાસિલ કરીને આપનું બેન્ક અકાઉન્ટ ખાલી કરી શકે છે.
આ રીતે રહો સુરક્ષિત
અસલી એન્ટીવાયરલનો કરો ઉપયોગ
જો આપ કમ્પ્યુટર દ્રારા નેટબેન્કિંગ કરી રહ્યાં હો તો યાદ રાખો કે હંમેશા અસલી એન્ટીવાયસનો ઉપયોગ કરો. એન્ટીવાયરસ આપને અનઆઇડેન્ટીફાઇડ યુઝ્રર્સ ઓળખ કરીને આપની ઇન્ફર્મેશનને લીંક કરવાથી બચાવશે.
ઓપન વાઇફાઇનો ઉપયોગ ન કરો
મોટાભાગે લોકો પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરીને તેમના મોટાભાગના કામ કરવાનું પસંદ કરે છે. આ આપની ગલતી હેકર્સ માટે સરળતાથી ફ્રોડ કરપાનો રસ્તો બની જાય છે. આ રીતે હેકર્સે આપના બેન્ક ડિટેલ મેળવીને ફ્રોડ કરી શકે છે. જેથી ક્યારેય કોઇ અનસિક્યોર કનેકશનને ફોન કે લેપટોપથી કનેક્ટ ન કરો.જો આપ ઓપન વાઇફાઇનો ઉપયોગ કરતા હો તો આપના ફોનમાં વીપીએન સોફ્ટવેર જરૂર સેટ કરો. કારણ કે તે ઇન્ટરનેટ અને સિસ્ટમની વચ્ચે સિક્યોરિટી સ્થાપિત કરે છે. જેના કારણે હેકર્સ ડેટા લીક નથી કરી શકતા.