નવી દિલ્હીઃ એપલ હેન્ડસેટનો માર્કેટમાં એક અલગ જ પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો તમે એક સારો આઇફોન ખરીદવા માંગતા હોય તો તમારા માટે અત્યારે બેસ્ટ મોકો છે. iPhone 12 સીરીઝની કિંમતમાં જોરદાર ઘટાડો થયો છે.
iPhone 12 અને iPhone 12 miniની કિંમત ઘટી-
આઇફોન 12ની કિંમતમાં ઘટાડો થયો છે. જેનો ફાયદો તમે Amazon અને Flipkart ઇ-કોમર્સ વેબસાઇટ પરથી લઇ શકો છો. કિંમતમાં થયેલા ઘટાડા બાદ તમે આ બન્ને ફોનને 10,000 રૂપિયામાં સસ્તામાં ખરીદી શકો છો.
Flipkart પર iPhone 12ની કિંમત 53,999 રૂપિયા છે, જેમાં ફોનના 64 જીબી સ્ટૉરેજ વેરિએન્ટ મળ છે. જ્યારે ફોન Amazon પર 63,900 રૂપિયાની સાથે લિસ્ટ થયો છે. આ સ્માર્ટફોનની રિટેલ કિંમત 65,900 રૂપિયા છે. Appleએ iPhone 13 સીરીઝ લૉન્ચ બાદ આ સ્માર્ટફોનની કિંમતોમાં ઘટાડો કરી દીધો છે.
કેમેરા
કેમેરાની વાત કરીએ તો તેના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યા છે અને બંને કેમેરા 12-12 મેગાપિક્સલના છે. જ્યારે તેના ફ્રન્ટમાં 12-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે. ફોનના ફ્રન્ટ કેમેરામાં નાઇટ મોડ 4K ડોલ્વી વિઝન HRD રેકોર્ડિંગ આપવામાં આવ્યું છે. તેની ઇન્ટરનલ મેમરી 64GB છે. તે 5G, 4G, 3G, 2G કનેક્ટિવિટી સાથે આવે છે. ફોન નેનો સિમ અને eSIM ને સપોર્ટ કરે છે.
આ પણ વાંચો--
ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના
Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત
નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા