નવી દિલ્હીઃ મોબાઇલ ફોનમાં વારંવાર અનેક પ્રકારના વાયરસના એટેક જોવા મળે છે. સાયબર એક્સપર્ટ આ અંગે મોબાઇલ યૂઝર્સને ચેતાવણી પણ આપે છે, આવા વાયરસ ખાસ કરીને ઇન્ટરનેટ કે પછી મેસેજ અને એપ્લિકેશન મારફતે મોબાઇલમાં પ્રવેશ કરે છે, અને તમારા ડેટાની ચોરી કરે છે. હવે આ લિસ્ટમાં વધુ એક વાયરસ જોડાઇ ગયો છે, જે આજકાલ મોબાઇલ યૂઝર્સને વધુ પરેશાન કરી રહ્યો છે. રિપોર્ટ છે કે, જોકર માલવેર વાયરસ ફરી એકવાર એક્ટિવ થઇ ગયો છે.
ફરી એકવાર જોકર વાયરસનો કેર શરૂ થયો છે, એક એન્ડ્રોઇડ એપમાં જોકર માલવેર મળી આવ્યું છે જેને 5,00,000 થી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે. જે એપમાં જોકર માલવેરની ઓળખ કરવામાં આવી છે તેનું નામ 'કલર મેસેજ; છે. આ એપ દાવો કરે છે કે તે તમારા મેસેજિંગને કલરફુલ બનાવે છે અને ઈમોજી બનાવવામાં પણ મદદ કરે છે. મોબાઈલ સિક્યોરિટી ફર્મ Pradeo ના રિપોર્ટ મુજબ આ એપ જોકર માલવેરથી સજ્જ છે, મોટી વાત એ છે કે આ એપમાં આ માલવેર છેલ્લા એક વર્ષથી છે અને એપ હજુ પણ ગૂગલ પ્લે-સ્ટોર પર ઉપલબ્ધ છે. ખાસ વાત છે કે, જોકર વાયરસ એ ગૂગલ પ્લે સ્ટોરમાં આ સૌથી ખતરનાક એન્ડ્રોઇડ વાયરસ છે. 2017માં તેની પ્રથમ વખત ઓળખ થઈ હતી. 2019માં ગૂગલે લોકોને ચેતવણી આપતા એક બ્લોગ પોસ્ટ પણ કરી હતી.
આ પણ વાંચો........
ગુજરાતની સ્કૂલોમાં કોરોનાએ મચાવ્યો કહેરઃ હવે સુરતની સ્કૂલમાં 3 વિદ્યાર્થી આવ્યા સંક્રમિત