સામાન્ય લોકો માટે આ ફેરફાર ઘણાં મહત્ત્વના છે કે હવે નેટફ્લિક્સ જેવા OTT પ્લેટફોર્મ પર સેન્સર લાગુ થશે. આ વર્ષે સપ્ટેમ્બરમાં સૂચના અને પ્રસારણ મંત્રાલયે ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ સેલ્ફ રેગ્યુલેશન કોડને સપોર્ટ કરવાની ના પાડી દીધી હતી. અંદાજે 15 વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ હાલમાં દેશમાં કામ કરી રહ્યા છે. આ OTT પ્લેટફોર્મ્સે આ મહિનાની શૂઆતમાં IAMAI અંર્તગત સેલ્ફ રેગ્યુલેશન કોડ પર હસ્તાક્ષર કર્યા હતા.
સેન્સરશિપ અથવા સરકારી દખલની જગ્યાએ OTT કંપનીઓએ સરકારના કહેવા પર એક ફ્રેમવર્ક બનાવ્યું હતું જેથી યોગ્ય કન્ટેન્ટ દર્શકો સુધી પિહોંચાડી શકાય. આ કોડમાં દર્શકોની ફરિયાદનું સમાધાન કેવી રીતે થશે તેની પણ વ્યવસ્થા હતી. તેના માટે કન્ઝ્યૂમર કમ્પ્લેન ડિપાર્ટમેન્ટ અથવા એડવાઈઝરી પેનલ બનાવવાની વાત કહેવામાં આવી હતી. આ પેનલના સભ્યોમાં બાળકોના અધિકારો, જેન્ડર ઇક્વાલિટી માટે કામ કરનારા સ્વતંત્ર લોકો સામેલ હોઈ શકે છે.
તેમાં જે OTT પ્લેટફોર્મ પર સામેલ હશે તેમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો, ડિઝ્ની + હોટસ્ટાર, ALT બાલાજી, ZEE5, Arre, ડિસ્કવરી +, ઇરોઝ નાઉ, ફિલક્સ્ટ્રી(Flickstree), હોઈચોઈ (Hoichoi), હંગામા, MX પ્લેયર, શેમારૂ, VOOT, Jio સિનેમા, સોનીLiv અને Lionsgate play સામેલ છે.
મંત્રાલયે કહ્યું હતું, “ઇન્ડસ્ટ્રી એ જે સેલ્ફ રેગ્યુલારિટી મેકેનિઝમ બનાવ્યું છે તેમાં પ્રોહિબિટેડ કન્ટેન્ટનું કોઈ વર્ગીકરણ કરવામાં નથી આવ્યું.” મંત્રાલયે કહ્યું કે, IAMAIએ પહેલા બે લેયરવાળા સ્ટ્રક્ચરની ભલામમ કરી હતી. પરંતુ મંત્રાલયને એ પસંદ ન આવ્યું. ત્યાર બાદ આજે સરકારે ગેજેટ બહાર પાડીને તેને પોતાના અંતર્ગત લાવી દીધું છે.