નવી દિલ્હીઃ સરકારી ટેલિકૉમ કંપની બીએસએનએલ (BSNL) સૌથી સસ્તો રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. હાલમાં લાખો-કરોડો યૂઝર્સ છે જે બીએસએનએલના ગ્રાહકો છે, જો તમે પણ આવો કોઇ પ્લાન શોધી રહ્યાં છો, જે ઓછી કિંમતમાં લાંબી વેલિડિટી ઓફર કરે, તો બીએસએનએલનો ઓપ્શન પસંદ કરી શકો છો. જાણો બીએસએનએલના ખાસ પ્રીપેડ પ્લાન વિશે જે આવી તમામ ફેસિલિટી આપી રહ્યો છે.
BSNLનો 24 રૂપિયાનો પ્લાન -
બીએસએનએલ 24 રૂપિયાનુ એક સ્પેશ્યલ ટેરિફ વાઉચર ઓફર કરે છે, આ વાઉચરની ખાસિયત છે કે આમાં 30 દિવસની વેલિડિટી આપવામાં આવે છે, પ્લાનમાં વૉઇસ કૉલિંગની પણ સુવિધા મળે છે. આમાં લૉકલ તથા એસટીડી કૉલિંગ માટે 20 પૈસા પ્રતિ મિનીટનો ચાર્જ લેવામાં આવે છે. કંપનીન પાસે આવા બીજા કેટલાક પ્લાન્સ અવેલેબલ છે.
BSNLનો 49 રૂપિયાનો પ્લાન -
આ પ્લાનમાં થોડી ઓછી વેલિડિટી મળે છે, જોકે કૉલિંગ અને ડેટાની સુવિધા વધુ છે. પ્લાનમાં 20 દિવસની વેલિડિટી મળે છે. આમાં 100 વૉઇસ કૉલિંગ મિનીટ (લૉકલ + એસટીડી) અને 1 જીબી ડેટા આપવામાં આવે છે.
BSNLનો 29 રૂપિયાનો પ્લાન -
જો તમને અનલિમીટેડ કૉલિંગ જોઇએ છે, તો આ પ્લાન લઇ શકો છો. આ પ્લાનમાં 5 દિવસની વેલિડિટી મળે છે, આની સાથે જ અનલિમીટેડ વૉઇસ કૉલિંગ અને 1 જીબી ડેટા મળે છે.
આ પણ વાંચો......
Jio vs Airtel vs Vi: 84 દિવસ ચાલનારુ સૌથી સસ્તુ Recharge, એક મહિનાનો ખર્ચ માત્ર 141 રૂપિયા, જાણો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 216 તાલુકામાં વરસાદ વરસ્યો, આ શહેરમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો સામાન્ય ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ
World Athletics Championships: નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ, સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો
ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી, કચ્છમાં રેડ એલર્ટ જાહેર