મુંબઇઃ અત્યારે મોટાભાગના મોબાઇલ ગ્રાહકો ઓછી કિંમતમાં વધુ ડેટા અને વેલિડિટી મળી રહી એવા પ્લાનની શોધમાં રહે છે. આમાં રિલાયન્સ જિઓ સૌથી સસ્તા પ્લાનનો દાવો કરી રહી છે. વળી એરટેલ, અને વીઆઇના પ્લાન પણ આવા છે. આજે અમે તમને અહીં એરટેલ, જિઓ, વૉડાફોન-આઇડિયાના સૌથી સસ્તો પ્લાન વિશે બતાવી રહ્યાં છીએ. આમાં તમને 84 દિવસની વેલિડિટી મળે છે. જિઓનો પ્લાન એટલો સસ્તો છે કે એક મહિનાનો ખર્ચ માત્ર 141 રૂપિયા છે. જ્યારે એરટેલ અને વીઆઇમાં આ લગભગ 163 રૂપિયા મહિના થાય છે. 


Jioનો 395 રૂપિયાનો પ્લાન - 
આ ત્રણેય કંપનીઓમાં સૌથી સસ્તો 84 દિવસ વાળો પ્લાન છે. પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ અને 1000 એસએમએસની સાથે કુલ 6 જીબી ડેટા મળે છે. આ ડેટાની વેલિડિટીને ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. તમને જિઓ એપ્સનુ પણ મફત સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. આ પ્લાનમાં તમને 30 દિવસનો ખર્ચ 141 રૂપિયા થાય છે.


Airtelનો 455 રૂપિયાનો પ્લાન - 
એરટેલના 455 રૂપિયાના પ્લાનમાં 84 દિવસ માટે 6 જીબી ડેટા અને અનલિમીટેડ વૉઇસ કૉલિંગ મળે છે. આમા એક મહિનાનો ખર્ચ 162 રૂપિયા થાય છે. આમાં તમને 900 ની સાથે ફ્રી હેલટ્યૂન્સ, અને SMSની સાથે ફ્રી હેલૉટ્યૂન્સ અને વિન્ક મ્યૂઝિકનુ ફ્રી એક્સેસ જેવી સુવિધાઓ પણ મળે છે. 


Vodafone ideaનો 459 રૂપિયા વાળો પ્લાન - 
વૉડાફોન-આઇડિયાનો પ્લાન પણ સુવિધાઓમાં બાકી બન્ને કંપનીઓ જેવી જ છે. આનો એક મહિનાનો ખર્ચ 163 રૂપિયા થાય છે. પ્લાનમાં 84 દિવસ માટે 6 જીબી ડેટા, અનલિમીટેડ ડેટા, અનલિમીટેડ વૉઇસ કૉલિંગ 1000 SMS મળે છે. આની સાથે Vi Movies & TV Basicનો એક્સેસ આપવામાં આવે છે. 


આ પણ વાંચો......


Jio vs Airtel vs Vi: 84 દિવસ ચાલનારુ સૌથી સસ્તુ Recharge, એક મહિનાનો ખર્ચ માત્ર 141 રૂપિયા, જાણો


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 216 તાલુકામાં વરસાદ વરસ્યો, આ શહેરમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો


India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો સામાન્ય ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ


World Athletics Championships: નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ, સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો


ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી, કચ્છમાં રેડ એલર્ટ જાહેર


BSNLના 50 રૂપિયાથી સસ્તાં 3 ધાંસૂ Recharge, 24 રૂપિયા વાળો ચાલશે 1 મહિના, આપે છે Jio-Airtel-Viનો જોરદાર ટક્કર