OnePlus Nord CE 2 Features Leaked : વનપ્લસ (OnePlus)ની ભારતીય સ્માર્ટફોન (SmartPhone) માર્કેટમાં અલગ ઓળખ છે. તેના યૂઝર્સ આના નવા મૉડલને બેસબ્રીથી ઇન્તજાર કરે છે. કંપનીના નવા ફોન OnePlus Nord CE 2નો ઇન્તજાર લોકો ઘણા સમયથી કરી રહ્યાં છે. આને લઇને છેલ્લા ઘણા સમયથી સમચાર આવ્યા હતા કે આ ફોન 17 ફેબ્રુઆરી 2022એ રિલીઝ થવાનો છે. હવે આ ફોન ફરીથી સમાચારમાં આવી ગયો છે. આ વખતે ચર્ચા રિલીઝ આના લીક થયેલા ફિચર્સના કારણે થઇ રહી છે. જાણો શું છે ફોનમાં ખાસ............. 


ફોનની ડિસ્પ્લેને ખાસ પ્રૉટેક્શન-
રિપોર્ટ્સ અનુસાર, આ ફોનની સ્ક્રીન 6.43 ઇંચની હશે. જે Full HD+ AMOLEDને સપોર્ટ કરશે. આનો રિફ્રેશ રેટ HRD10+ અને 90Hz હશે. ચર્ચા છે કે આ સ્માર્ટફોનમાં કંપની કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નુ પ્રૉટેક્શન આપી શકે છે. આ ઉપરાંત આમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હોઇ શકે છે. લીક જાણકારી અનુસાર, ફોનમાં Octa Core MediaTek Dimensity 900 5Gનુ પ્રૉસેસર હોઇ શકે છે અને આના Mali G68 GPUની સાથે આવવાની આશા છે. 


કેમેરો હશે દમદાર-
જો વાત આના કેમેરાની (Camera) કરીએ તો, રિપોર્ટ અનુસાર, આ ફોન ત્રિપલ રિયર કેમેરા સાથે માર્કેટમાં આવી શકે છે. આ અંતર્ગત 64 મેગાપિક્સલનો મેન કેમેરો, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરો અને 2 મેગાપિક્સલનો બીજો એક કેમેરો હોઇ શકે છે. ફ્રન્ટ કેમેરા 16 મેગાપિક્સલનો હોઇ શકે છે. આ ફોનની બેટરી 4500mAh હોવાનુ અનુમાન લગાવી શકાય છે જે 65Wનુ Super VOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. 


24 હજાર સુધી હોઇ શકે છે કિંમત- 
આ ફોન બે કલર ઓપ્શનમાં આવશે. એક કલર Gray Mirrorતો બીજો કલર Bahamas Blue હશે. OnePlus Nord CE 2માં 8જીબી રેમ અને 128જીબી સ્ટૉરેજ મળી શકે છે. આને તમે એસડી કાર્ડથી 1ટીબી સુધી વધારી શકો છો. કિંમતની વાત કરીએ તો આની 6જીબી રેમ + 128જીબી સ્ટૉરે વાળુ મૉડલ 23999 રૂપિયામાં તો 8જીબી રેમ + 128જીબી સ્ટૉરેજ વાળુ મૉડલ 24999 રૂપિયામાં માર્કેટમા આવી શકે છે. 


 


આ પણ વાંચો-- 


IAS પરીક્ષા આપવા માટે 22 ફેબ્રુઆરી સુધી અરજી કરો રજિસ્ટ્રેશન, યોગ્યતાથી લઈને તમામ વિગતો અહીં જાણો


10 Rupee Coin: 10 રૂપિયાના સિક્કા ન લેવાની ફરિયાદ પર સરકારે સંસદમાં આપ્યો આ જવાબ


હવે એસટી સલામત સવારી નથી, દાહોદમાં મુસાફરોથી ભરેલી બસને રસ્તા વચ્ચે મુકી ડ્રાઇવર ભાગી ગયો


Unemployment news Update: કોરોના વાયરસની પ્રથમ લહેરમાં કેટલા લોકોએ નોકરી ગુમાવી, સરકારે સંસદમાં આપી માહિતી


રાજકોટને મળશે મોટી ભેટઃ નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓગસ્ટ 2022માં થશે શરૂ


કાર માલિકો ધ્યાન આપે! કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, જાણો ફાયદો થશે કે નુકસાન