Oppo A7 Pro Max: ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Oppo એ પોતાની લોકપ્રિય 'A સિરીઝ' હેઠળ એક નવો અને અત્યંત પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ પોતાના ઈતિહાસમાં પહેલીવાર 10,000mAh ની મહાકાય બેટરી સાથે 5G ફોન 'Oppo A7 Pro Max' રજૂ કર્યો છે. જે યુઝર્સને બેટરી જલ્દી ઉતરી જવાની ફરિયાદ રહેતી હોય છે, તેમના માટે આ ફોન એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. શાનદાર કેમેરા, લેટેસ્ટ ક્વોલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર અને મજબૂત બેટરીથી સજ્જ આ ફોન હાલમાં ચીની માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે, અને તેના પ્રી-ઓર્ડર પણ શરૂ થઈ ગયા છે.

Continues below advertisement

Oppo A7 Pro Max ના વેરિઅન્ટ અને કિંમત

ઓપ્પોએ આ શક્તિશાળી ફોનને ચીની માર્કેટમાં ત્રણ અલગ-અલગ સ્ટોરેજ ઓપ્શન સાથે ઉતાર્યો છે. તેની શરૂઆતી કિંમત CNY 2199 એટલે કે ભારતીય ચલણ મુજબ અંદાજે 31,000 રૂપિયા રાખવામાં આવી છે.

Continues below advertisement

8GB RAM + 128GB સ્ટોરેજ: CNY 2199 (આશરે રૂ. 31,000)

12GB RAM + 256GB સ્ટોરેજ: CNY 2699 (આશરે રૂ. 38,000)

12GB RAM + 512GB સ્ટોરેજ: CNY 2999 (આશરે રૂ. 42,000)

આ સ્માર્ટફોન હાલ ચીનમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને આગામી 7 ઓગસ્ટથી તેનું સત્તાવાર વેચાણ શરૂ થશે. ગ્રાહકો તેને ત્રણ આકર્ષક કલર વિકલ્પોમાં ખરીદી શકશે - બ્લેક (કાળો), બ્લુ (વાદળી) અને ઓરેન્જ (નારંગી). જોકે, ભારત સહિતના અન્ય ગ્લોબલ માર્કેટમાં આ ફોન ક્યારે લોન્ચ થશે તે અંગે કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

આ પણ વાંચોઃ Jio નો મોટો ધમાકો: 3-ઇન-1 પ્લાન લોન્ચ, એક જ રિચાર્જમાં ઈન્ટરનેટ, TV અને OTT ફ્રી!

Oppo A7 Pro Max ના શાનદાર સ્પેસિફિકેશન્સ

ડિસ્પ્લે: આ ફોનમાં 6.78-ઇંચની મોટી FHD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 120Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તડકામાં પણ સ્ક્રીન સ્પષ્ટ જોઈ શકાય તે માટે તેમાં 1800 નિટ્સની પીક બ્રાઇટનેસ મળે છે. આ ઉપરાંત તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ સામેલ છે.

પ્રોસેસર અને OS: બેસ્ટ ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે ફોનમાં Qualcomm Snapdragon 4 Gen 5 ચિપસેટનો ઉપયોગ થયો છે. આ સ્માર્ટફોન લેટેસ્ટ Android 16 પર આધારિત ColorOS 16 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

રેમ અને સ્ટોરેજ: ફોનમાં 12GB સુધીની રેમ અને 512GB સુધીનો ઇન્ટરનલ સ્ટોરેજ ઓપ્શન જોવા મળે છે.

બેટરી અને ચાર્જિંગ: ફોનની મુખ્ય હાઇલાઇટ તેની 10,000mAh ની વિશાળ બેટરી છે. આટલી મોટી બેટરીને ઝડપથી ચાર્જ કરવા માટે તેમાં 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

ડ્યુરેબિલિટી (મજબૂતી): આ ફોન IP69K રેટિંગ સાથે આવે છે, જે તેને પાણી અને ધૂળ (વોટર અને ડસ્ટ પ્રૂફ) સામે શ્રેષ્ઠ સુરક્ષા પ્રદાન કરે છે.

કનેક્ટિવિટી: આ 5G સ્માર્ટફોન 4G, LTE અને લેટેસ્ટ WiFi જેવા તમામ કનેક્ટિવિટી વિકલ્પોને સપોર્ટ કરે છે.

આ પણ વાંચોઃ iPhone 18 ના ફીચર્સ લીક: A20 ચિપ, 12GB RAM અને લોન્ચ તારીખ વિશે મોટો ખુલાસો

ફોટોગ્રાફી માટે બેસ્ટ કેમેરા સેટઅપ

Oppo ના આ ફોનમાં પાછળના ભાગે ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં ફોટાને હલતો અટકાવવા OIS સપોર્ટ સાથે 50MP નો મુખ્ય કેમેરા અને 2MP નો મેક્રો કેમેરા સામેલ છે. સેલ્ફી અને વિડિયો કોલિંગના શોખીનો માટે આગળની તરફ પણ 50MP નો શાનદાર કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનનો કેમેરા 10x ડિજિટલ ઝૂમ કરવાની સુવિધા પણ આપે છે.