Download Aadhaar Card: આજના જમાનામાં દુનિયાભરના સ્માર્ટફોન યૂઝર્સ પોતાના ફોનમાં વૉટ્સએપનો ઉપયોગ કરી રહ્યાં છે, વૉટ્સએપમાં મોટાભાગના કામ પણ હવે થવા લાગ્યા છે. આ કડીમાં વધુ એક કામ તમે આસાનીથી કરી શકો છો અને તે છે આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા મહત્વના ડૉક્યૂમેન્ટને ડાઉનલૉડ કરવાનુ.
વૉટ્સએપ એક મેસેજિંગ એપ્લિકેશન છે, પરંતુ તેનાથી ઘણાબધા કામ આસાનીથી થઇ શકે છે, જાણો તમે વૉટ્સએપ પરથી Aadhaar Card અને PAN Card ને કઇ રીતે ડાઉનલૉડ કરી શકો છો.
Pan અને Aadhaar Card ડાઉનલૉડ કરવાની રીત -
WhatsApp દ્વારા Aadhaar Card અને Pan Card ડાઉનલૉડ કરવા માટે અહીં બતાવવામાં આવેલા સ્ટેપ્સને ફોલો કરો.
સૌથી પહેલા પોતાના ફોન પર વૉટ્સએપ ઓપન કરો.
9013151515 મોબાઇલ નંબરથી કોઇનુ નામ સેવ કરી લો.
હવે આ નંબર પર "હેલો" કે "નમસ્તે" લખીને ચેટ શરૂ કરો.
ચેટબૉટ તમને "ડિજીલૉકર સર્વિસીઝ" કે "કૉ-વિન સર્વિસીઝ"માં સિલેક્ટ માટે કહેશે.
તમે ઓપ્શનમાં ડિજીલૉકરનો ઓપ્શન સિલેક્ટ કરો.
શું તમારી પાસે ડિજીલૉકર એકાઉન્ટ છે ? પુછવા પર 'હા' મોકલો.
હવે તમારી પાસેથી તમારો આધાર નંબર માંગવામાં આવશે.
આ પછી, તમામ લિન્ક કરવામાં આવેલી સર્વિસ સ્ક્રીન પર શૉ થશે.
આધાર અને પાનના ઓપ્શનથી રજિસ્ટ્રેશન નંબર ફાઇલ પર ક્લિક કરો.
આ પછી ચેટબૉટ તમારા આધાર અને પાન કાર્ડની પીડીએફ મોકલી દેશે. જેને તમે ડાઉનલૉડ કરી શકો છો.
આસાન સ્ટેપ્સ - જાણો આધાર કાર્ડને કઇ રીતે અપડેટ કરી શકાશે.....
આ સરળ સ્ટેપ્સ સાથે તમારા આધાર કાર્ડને અપડેટ કરો
સ્ટેપ 1: આધાર સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ https://uidai.gov.in ની મુલાકાત લો અને 'proceed to update address' વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 2: આધાર નંબર, નોંધાયેલ મોબાઇલ નંબર અને OTP નો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
સ્ટેપ 3: માન્ય સરનામાના પુરાવાના કિસ્સામાં, ''proceed to update address' પર ક્લિક કરો.
સ્ટેપ 4: 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને 'Send OTP' પર ક્લિક કરો.
સ્ટેપ 5: OTP દાખલ કરો અને આધાર એકાઉન્ટમાં લોગિન કરો.
સ્ટેપ 6: 'update address via address proof' વિકલ્પ પસંદ કર્યા પછી નવું સરનામું દાખલ કરો. તમે 'Update Address via Secret Code' વિકલ્પનો પણ ઉપયોગ કરી શકો છો.
સ્ટેપ 7: એડ્રેસ પ્રૂફની અપડેટ કરેલી વિગતો 'Proof of Address' માં દાખલ કરવાની રહેશે.
સ્ટેપ 8: હવે, સરનામાના પુરાવા તરીકે સબમિટ કરવાના દસ્તાવેજો પસંદ કરો.
સ્ટેપ 9: સરનામાના પુરાવાની સ્કેન કરેલી નકલ અપલોડ કરો અને 'Submit' બટન પર ક્લિક કરો.
સ્ટેપ 10: આધાર અપડેટ વિનંતી સ્વીકારવામાં આવશે અને 14-અંકનો અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) જનરેટ થશે જેને સાચવી રાખો.
આ રીતે તમે સહેલાઈથી ઘરે બેઠાં બેઠાં પણ તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. તેમજ જો તમે ઓનલાઈન આધાર અપડેટ કરવા માટે સક્ષમ નથી તો નજીકના આધાર અપડેટ કેન્દ્રની મુલાકાત લઈ શકો છો. આ માટે તમે https://appointments.uidai.gov.in/?AspxAutoDetectCookieSupport=1 ક્લિક કરીને તમારા નજીકનું આધાર એનરોલમેન્ટ સેન્ટર અથવા તો અપડેટ સેન્ટર શોધી શકો છો.