Jio Online Fraud: દેશમાં આજકાલ સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્કેમર્સ નવી રીતે લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ આ સ્કેમર્સ બેન્ક, પોલીસ અથવા સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને છેતરપિંડી કરતા હતા, જેને ડિજિટલ અરેસ્ટ પણ કહેવામાં આવે છે. પરંતુ હવે તેઓ દેશની જાણીતી ટેલિકોમ કંપની Jioના નામનો ઉપયોગ કરીને લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નકલી મેસેજનો ખુલાસો
સાયબર સુરક્ષા સાથે સંબંધિત સરકારી એજન્સી "સાયબર દોસ્ત" એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચેતવણી જાહેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે Jioના નામે નકલી મેસેજ મોકલવામાં આવી રહ્યા છે, જેમાં APK ફાઇલ ડાઉનલોડ કરવાની લિંક છે. આ ફાઇલને ડાઉનલોડ કરવાથી તમારો ફોન હેક થઈ શકે છે, જે તમારી પ્રાઈવસી અને ડેટાને જોખમમાં મૂકી શકે છે.
‘સાયબર દોસ્ત’એ ચેતવણી આપી
પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "સાવધાન! જો તમને "Jio internet speed #5G network connection.apk" નામની ફાઇલ ડાઉનલોડ કરવાનો મેસેજ મળે, તો તેને ઓપન કરશો નહીં. આ ખતરનાક ફાઇલ તમારા ફોનને હેક કરી શકે છે અને તમારો ડેટા ચોરી શકે છે. સુરક્ષિત રહેવા માટે ફક્ત સત્તાવાર એપ સ્ટોરમાંથી જ એપ્સ ડાઉનલોડ કરો.
APK ફાઇલનો ખતરો
APK ફાઇલોમાં છુપાયેલ માલવેયર તમારા ફોનમાં ડાઉનલોડ થઇ શકે છે. તે કોઈ એપ જેવું લાગતું નથી, તેથી તેને પકડવું મુશ્કેલ છે. પરંતુ તે તમારો અંગત ડેટા ચોરી શકે છે અને સ્કેમર્સને મોકલી શકે છે. આના દ્વારા તમારો ફોન હેક થઈ શકે છે.
જિયોનો દુરુપયોગ
Jio એ ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંની એક છે, જેના કરોડો યુઝર્સ છે. તે તેની ઝડપી ઇન્ટરનેટ સેવા અને સારી કનેક્ટિવિટીને કારણે દેશભરમાં લોકપ્રિય છે. સ્કેમર્સ આનો ફાયદો ઉઠાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ છેતરપિંડીથી કેવી રીતે બચવું?
કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.
ફક્ત સત્તાવાર વેબસાઇટ અથવા એપ સ્ટોર પરથી જ એપ્સ ડાઉનલોડ કરો.
જો તમને કોઈ શંકાસ્પદ મેસેજ મળે તો તેને અવગણો અથવા તેને રિપોર્ટ કરો.
તમારા ડિવાઇસમાં સારુ એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
જો તમને કોઈ ફાઇલ ડાઉનલોડ કરવાનો મેસેજ મળે તો તેની તપાસ કરો