Jio Air Fiber: Reliance Jioની 5G સેવાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. Jioની 5G સેવા સૌપ્રથમ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં શરૂ કરવામાં આવશે. Jioની 5G સેવા આ મેટ્રો શહેરોમાં દિવાળી 2022 સુધીમાં શરૂ થઈ જશે. આ સાથે, કંપનીએ કહ્યું છે કે, તે JioAirFiber પણ લોન્ચ કરી રહી છે.


Jio Air Fiber શું છે?


Jio Air Fiber સાથે ઘણું બદલાશે. તેનાથી તમારી IPL મેચ જોવાની રીત પણ બદલાઈ જશે. તે એક એવું ઉપકરણ છે જેનાથી વપરાશકર્તાઓ વાયર વગર પણ ફાઈબર જેવી ડેટા સ્પીડનો આનંદ માણી શકે છે. તેના દ્વારા યુઝર્સ તેમના ઘરે વાઈ-ફાઈ હોટસ્પોટ બનાવી શકે છે.


Jio Air Fiber દ્વારા કનેક્ટિવિટી વધુ વધારવા માંગે છે. AGM દરમિયાન, આકાશ અંબાણીએ કહ્યું કે, સિંગલ ડિવાઈસ Jio Air Fiberનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ હશે. તેની સાથે ઘર કે ઓફિસમાં ગીગાબિટ્સ સ્પીડ ઈન્ટરનેટ આપવામાં આવશે. Jio Air Fiber દ્વારા, લાખો ઘરો અને ઓફિસોને અલ્ટ્રા-હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ સાથે ખૂબ જ ટૂંકા સમયમાં કનેક્ટ કરી શકાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ સાથે ભારત ફિક્સ્ડ બ્રોડબેન્ડમાં ટોપ-10 દેશોમાં પણ પહોંચી શકે છે.


પ્લાન્સ અંગે હજી કોઈ માહિતી સામે આવી નથી


Jioએ પોતાની કેપેબિલિટી વિશે પણ માહિતી આપી. આમાં, લાઈવ પ્રોગ્રામને કોઈપણ લેગના ઉપકરણ વગર જોઈ શકાય છે. આ સિવાય કંપનીએ Cloud PC પણ લોન્ચ કર્યું છે. કંપનીએ આ પાતળા ઉપકરણને વર્ચ્યુઅલ પીસી કહ્યું છે. જો કે, તેના કાર્ય વિશે સંપૂર્ણ માહિતી હજી ઉપલબ્ધ નથી. આ સિવાય કંપનીએ હજુ સુધી Jio 5G પ્લાન વિશે માહિતી આપી નથી. Jio Air Fiberની કિંમત વિશે કંપની તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. કંપનીએ કહ્યું છે કે ડિસેમ્બર 2023 સુધીમાં તે ભારતના તમામ શહેરોમાં 5G કનેક્ટિવિટી લાવશે.


આ પણ વાંચો........ 


IND vs PAK Asia Cup 2022: ભારતની જીત પર નાચવા લાગ્યા જેઠાલાલ, હાર્દિક પંડ્યાના ફેન થયા સેલેબ્સ, જુઓ વાયરલ મીમ્સ


Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત


India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા


Pakistan: પાકિસ્તાનમાં પૂરના કારણે હાહાકાર, ટામેટા 500 રૂપિયા પ્રતિ કિલો, ડુંગળી સહિત અનેક મહત્વની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા


IND VS PAK: કાર્તિક આર્યનથી લઇને અભિષેક બચ્ચન સુધી, બૉલીવુડ સેલેબેસે આ રીતે મનાવ્યો ભારત વિજયનો જશ્ન


PIB Fact Check: SBI કસ્ટમર થઈ જાવ સાવધાન, જો તમને પણ મળ્યો છે એકાઉન્ટ બ્લોક થવાના મેસેજ તો કરો આ જરૂરી કામ