નવી દિલ્હીઃ દિગ્ગજ સ્માર્ટફોન મેકર કોરિયન કંપની સેમસંગ હવે ભારતમાં પોતાના નવા ફોનની એન્ટ્રી કરાવવા જઇ રહી છે. સેમસંગ પોતાના નેક્સ્ટ સ્માર્ટફોન ગેલેક્સી એમ33 5જી લઇને આવી રહી છે. આ સીરીઝમાં કંપની કેટલાક દમદાર ફિચર્સ આપશે. ફોનને સાઉથ કોરિયન સર્ટિફિકેશન સાઇટ પર લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. SamMobileના રિપોર્ટ પ્રમાણે સેમસંગ ગેલેક્સી એમ33 5જીમાં 6000mAhની પાવરફૂલ બેટરી આપવામાં આવશે. 


આ પહેલા રિપોર્ટ હતા કે ગેલેક્સી એમ33 5જી એ ગેલેક્સી એ33 5જીનુ રિબ્રાન્ડેડ વર્ઝન હશે. કેમ કે ગેલેક્સી એ33 5જીમાં નાની સાઇઝની બેટરી આપવામાં આવી છે. આવામાં બન્ને ફોનની ડિઝાઇન અલગ અલગ રહેવાની સંભાવના છે. અપકમિંગ સ્માર્ટફોન ગેલેક્સી એમ33 5જીઆ વર્ષના સપ્ટેમ્બરમાં લૉન્ચ ગેલેક્સી એમ32જી સ્માર્ટફોનનુ સક્સેસર મૉડલ હશે. 


ગેલેક્સી એમ32 5જીના સ્પેસિફિકેશન્સ
સેમસંગ ગેલેક્સી એમ32 5જી સ્માર્ટફોનમાં 6.5 ઇંચની ફુલએચડી પ્લસ ઇનફિનિટિવ વી ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોન એન્ડ્રોયડ 11 બેસ્ડ One UI 3.0 પર કામ કરે છે. ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 720 ચિપસેટ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં 8 જીબી રેમ આપવામાં આવી છે, જે 128 જીબી સ્ટોરેજ ઓપ્શનની સાથે આવશે. 


સાથે ફોનની સ્પેસને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 128જીબી સુધી એક્સપેન્ડ કરી શકાશે. આ એક 5જી સ્માર્ટફોન હશે, જેમાં 12 બેન્ડ સપોર્ટ આપવામાં આવશે. ફોનને પાવર આપવા માટે 6000mAh નો બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોન ક્વાડ કેમેરા સેટઅપની સાથે આવશે. તેમાં મેન કેમેરો 48MP નો હશે. આ સિવાય 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સનો સપોર્ટ મળશે, જેનો ફીલ્ડ ઓફ વ્યૂ 123 ડિગ્રી હશે. સાથે 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને એક અન્ય 2 મેગાપિક્સલ સેન્સર સપોર્ટ મળશે. સેલ્ફી માટે ફોનમાં 13MP નો લેન્ચ આપવામાં આવ્યો છે. 


 


 


આ પણ વાંચો


બાળકો માટે કોવિડ-19 રસી ક્યારે આવશે? અદાર પૂનાવાલાએ આ જવાબ આપ્યો


Omicron Variant: ઓમિક્રોનમાં કોરોનાની આ વેક્સિન ખૂબ જ ઓછી કારગર, પ્રથમવાર થયેલા રિસર્ચનું ચિંતાજનક તારણ


Maharashtra Omicron Outbreak:મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 8 કેસ નોંધાતા હડકંપ, જાણો રાજ્યમાં કુલ કેસની સંખ્યા  કેટલા પર પહોંચી ?


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ, 48 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત