નવી દિલ્હીઃ સ્માર્ટફોન યૂઝરને અવારનવાર કોઇને કોઇ પ્રૉબ્લમ આવતો રહે છે, આમાં સૌથી મોટો પ્રૉબ્લમ હેન્ગ થવાનો છે. વધુ રેમ અને સારુ પ્રૉસેસર હોવા છતાં ઘણીવાર ફોન હેન્ગ થઇ જાય છે. આવા સમયે યૂઝર્સને કોઇ શૉપ કે પછી સ્ટૉર પર જઇને આ પ્રૉબ્લમને સૉલ્વ કરવો પડ છે. જો તમારો ફોન પણ વારંવાર હેન્ગ થતો હોય તો અમે તમને એક એવી ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે ઘરે બેસીને જ આનાથી છૂટકારો મેળવી શકો છો. જાણો શું છે આ ટિપ્સ.....


યૂઝર્સે રાખવુ જોઇએ આ વસ્તુઓનુ ધ્યાન.... 
સૌથી પહેલા ફોનને હેન્ગ થતો બચાવવો હોય તો ફોનમાં ઓછામાં ઓછી એપ્સ હોવી જરૂરી છે. જે જરૂરી હોય તે જ એપ્લિકેશન ફોનમાં રાખવી જોઇએ, કારણ કે કેટલીક વધારાની અને જરૂર વિનાના એપ્સ ફોનમાં લૉડ કરે છે, અને આ કારણે ફોન હેન્ગ થવા લાગે છે, આ કારણે બેટરી, રેમ અને પ્રૉસેસર પર પણ લૉડ પડે છે. 


વારંવાર હેન્ગ થઇ જતા ફોનનો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ....
આ માટે તમારા ફોનના ગૂગલ પ્લે સ્ટૉર્સમાં જવુ પડશે
આ પછી આમાં ત્રણ ડૉટ્સ પર ક્લિક કરો
આના પર ક્લિક કર્યા બાદ સેટિંગ્સમાં જાઓ, અને ઓટો અપડેટ ઓપ્શન પર ક્લિક કરો
આ પછી ત્રણ ઓપ્શન દેખાશે. આમાંથી તમારે not auto update app પર ક્લિક કરવાનુ છે
આમા કરવાથી તમારા ફોનમાં રહેલી એપ્સ ઓટોમેટિક અપડેટ નહીં થાય, જ્યારે તમે કરશો ત્યારે જ થશે, અને ફોન હેન્ગ થતો અટકી જશે.


ફોનને હેન્ગ થતો બચાવવા માટે બીજો એક રસ્તો.....
આ માટે તમારે મોબાઇલના સેટિંગમાં જવુ પડશે
સેટિંગમાં ગયા બાદ તમે About ફોન પર ક્લિક કરો
હવે તમને બિલ્ડ નંબર દેખાશે. આના પર 6-7 વાર ક્લિક કરો
ક્લિક કરવાથી ડેવલપર ઓપ્શનમાં જાઓ અને તેને ઓન કરી દો
જેવુ ડેવલપર ઓપ્સન ઓન કરશો તમારી સામે કેટલાય ઓપ્શન ખુલી જશે
આ ઓપ્સનમાંથી Window Animation Zoom, Transition Animation Scale Animator Duration Scale આ ત્રણેયને બંધ કરી દેવાનુ છે


Airtel, Jio, Vodafone-Idea યૂઝર્સ માટે 5G ની ગિફ્ટ, 4G ની કિંમત જ મળશે 5G સર્વિસ - 


5G Services: એરટેલ, જિઓ અને વૉડાફોન-આઇડિયા (Vodafone-Idea) પોતાની 5G સર્વિસ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યાં છે, છેલ્લા કેટલાય દિવસોથી સામે આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે ટેલિકૉમ કંપનીઓ 5G સર્વિસ શરૂ થયા બાદ ટ્રાફિક વધી શકે છે. જોકે, Airtelના CEO ગોપાલ વિટ્ટલે આ વાતના સંકેત આપ્યા હતા, વળી, એક ઇન્વેસ્ટર રિસર્ચ ફર્મની રિપોર્ટ એવુ કહે છે કે Jio પણ પોતાના 5G પ્લાનના દરો 4G ની સરખામણીમાં 20 ટકા સુધી વધારી શકે છે. જોકે હવે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે જે ટેલિકૉમ યૂઝર્સ માટે ખુશીની ખબર લઇને આવ્યો છે. 


વિદેશી બ્રૉક્રેઝ ફર્મ જેફરીજ (Jefferies) અને ET Telecom ના રિપોર્ટ અનુસાર, ભારતમાં ટેલિકૉમ કંપનીઓ પોતાના 5G ના પ્લાનની કિંમતો 4G ની જેમ જ રાખવા માંગે છે, એટલે કે ટેલિકૉમ કંપનીઓના ARPU (એવરેજ રેવન્યૂ પ્રતિ યૂઝર)માં હાલ કોઇ વૃદ્ધિ સંભવ નથી. રિસર્ચ ફર્મ કહે છે કે જ્યારે દક્ષિણ કોરિયા અને ચીનમાં 5G સર્વિસ લૉન્ચ થઇ હતી ત્યારે ટેલિકૉમ કંપનીઓએ પણ 5Gના ટેરિફ આકર્ષક રાખ્યા હતા, જેના કારણે આ બન્ને દેશોમાં 5Gની પેનિટ્રેશન ક્રમશઃ 33 અને 55 ટકા પહોંચ્યો છે. 


ચીન અને દક્ષિણ કોરિયાનુ આપ્યુ ઉદાહરણ - 
વિદેશી બ્રૉક્રેજ ફર્મ Jefferiesનુ કહેવુ છે કે, ચીની ટેલિકૉમ કંપનીએ જ્યાં પ્રતિ GB ડેટાની કિંમતો રાખી, વળી, દક્ષિણ કોરિયન કંપનીઓએ ડેટાની સાથે અનલિમીટેડ પ્લાન ઓફર કર્યા, જેમાં 5G સર્વિસની જેમ જ યૂઝર્સ આકર્ષિત થઇ શકે. બ્રૉક્રેજ ફર્મે એવી ચેતાવણી પણ આપી છે કે આ બન્ને દેશોમાં જ્યાં એકબાજુ 5G યૂઝર્સની સંખ્યામાં વધારો થયો છે. ટેલિકૉમ કંપનીઓના ARPU (એવરેજ રેવન્યૂ પ્રતિ યૂઝર) વધુ ડેટા યૂઝ બાદ પણ નથી વધ્યો. રિસર્ચ ફર્મે ગ્લૉબલ એક્સપીરિયન્સના આધાર પર કહ્યુ કે 5Gના આધાર પર ભારતમાં ARPU નહીં વધે, પરંતુ ટેલિકૉમ કંપનીઓને 4G અને 5G બન્નેના ટેરિફ વધારવા પડશે, જે મુશ્કેલ છે.