WhatsApp And Tech Tips: વૉટ્સએપનો ઉપયોગ આજે વિશ્વના બે અબજથી વધુ લોકો કરે છે. વૉટ્સએપનો ઉપયોગ ઓફિશિયલ મેસેજ માટે પણ થવા લાગ્યો છે. જો તમે આ સમાચાર વાંચી રહ્યા છો તો અમે માની લઈએ છીએ કે તમે પણ વૉટ્સએપનો ઉપયોગ કરતા હશો. WhatsApp આજે વિશ્વની સૌથી મોટી મલ્ટીમીડિયા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે જેના દ્વારા તમે કોઈને પણ ફોટો, વીડિયો, ડૉક્યૂમેન્ટ કે અન્ય કોઈ પણ ફાઇલ મોકલી શકો છો, પરંતુ શું તમે જાણો છો કે WhatsAppમાં પ્રાઈવસી ફિચર્સ શું છે? કદાચ નહીં, આજના આર્ટિકલમાં અમે તમને WhatsAppના પાંચ સૌથી મહત્વપૂર્ણ પ્રાઈવસી ફિચર્સ વિશે જણાવીશું, જે તમારે જાણવા ખુબ જ જરૂરી છે....


વૉટ્સએપના ટૉપ સિક્રેટ ફિચર્સ - 


એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન: - 
WhatsApp પરના તમામ મેસેજ, કૉલ્સ, ફોટા, વીડિયો અને અન્ય પ્રકારની માહિતી એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે, એટલે કે તમે અને તમે જે વ્યક્તિ મોકલી રહ્યાં છો તે જ તેને જોઈ શકે છે.


બ્લૂ ટિક (રીડ રિસિપ્ટ્સ): - 
તેની મદદથી તમે નક્કી કરી શકો છો કે કોઈએ મોકલેલ મેસેજ તમારા દ્વારા વાંચવામાં આવ્યો છે કે નહીં. જો કે, જો તમે આ ફિચર ચાલુ કરો છો, તો તમે એ જોઈ શકશો નહીં કે અન્ય લોકોએ તમારા મેસેજ વાંચ્યા છે કે નહીં.


સ્ટેટસ પ્રાઇવસી: - 
તમે નક્કી કરી શકો છો કે તમારા સ્ટેટસ અપડેટ્સ કોણ જોઈ શકે છે. આને "માય કૉન્ટેક્સ," "માય કૉન્ટેક્ટ્સ એક્સેપ્ટ..." અથવા "ઓનલી શેર મી..." પર સેટ કરી શકાય છે.


ગૃપ સેટિંગ્સઃ - 
આ ફિચરનો ઉપયોગ કરીને તમે નક્કી કરી શકો છો કે તમને ગૃપમાં કોણ એડ કરી શકે છે. આ માટે તમારી પાસે "Everyone," "My Contacts," અને "My Contacts Except..." વિકલ્પો છે.


ટૂ-સ્ટેપ વેરિફિકેશન: - 


ફિચર તમને વધારાનું સુરક્ષા સ્તર પ્રદાન કરે છે. તેને સક્ષમ કર્યા પછી તમારે WhatsAppમાં લૉગ ઇન કરવા માટે 6-અંકનો પિન કોડ દાખલ કરવો પડશે.


આ પણ વાંચો


અશ્લીલ વિડિયો મોકલીને છોકરીઓને નિશાન બનાવી રહ્યા છે ઠગો, ગભરાવાને બદલે કરો આ કામ