માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર (Twitter) સતત અપડેટ થઈ રહ્યું છે. કંપની નવા યુઝર્સને જોડવા માટે અને તેના વપરાશનો અનુભવ વધુ રોમાંચક બનાવવા માટે ટ્વીટના વિકલ્પની સાથે ઘણા નવા ફિચર્સ જોડવામાં આવી રહ્યા છે. સ્પેસ (ટ્વીટર સ્પેસ)નું ફિચર આવ્યા બાદ હવે ટ્વીટર કંપની એક બીજું મજેદાર ફીચર આ પ્લેટફોર્મ પર લાવવાની તૈયારી કરી રહી છે. આ નવું ફિચર પૉડકાસ્ટ (Podcasts)નું હશે. આ ફીચર વડે તમે ટ્વીટર પર પોડકાસ્ટ પણ કરી શકશો.
હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છેઃ
એક રિપોર્ટ પ્રમાણે, ટ્વીટરની ટેક્નિકલ ટીમ છેલ્લા કેટલાક દિવસોથી આ ફીચર પર કામ કરી રહી છે. આ ફીચર ટેસ્ટિંગ વખતે દેખાયું હતું તે પ્રમાણે પોડકાસ્ટનું ઓપ્શન તમને મેન મેન્યુમાં દેખાશે. આ ફીચરને યુઝ કરવા માટે તમારે પોડકાસ્ટ આઈકોન પર ક્લિક કરવું પડશે. આ બટન પર ક્લિક કર્યા બાદ તમારે પોડકાસ્ટ રેકોર્ડ કરવો પડશે. રેકોર્ડિંગ બાદ તમે તેને પોસ્ટ કરી શકશો. આવનાર સમયમાં આ ફીચર ટ્વીટર પર એડ થવાની શક્યતાઓ છે.
લોકો રાહ જોઈ રહ્યા છેઃ
ઉલ્લેખનીય છે કે, 1 વર્ષમાં ટ્વીટરનું સ્પેસ ફીચર પણ ઘણું પોપ્યુલર બન્યુ છે. લોકો તેનો ઘણો ઉપયોગ કરી રહ્યા છે. પોડકાસ્ટને આ સ્પેસ ફીચરનો આગળનો વિસ્તાર માનવામાં આવી રહ્યો છે. હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે બધા યુઝર્સ માટે ક્યારે આ ફીચરને રીલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ