WhatsApp: Metaના ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પર જલદી નવુ ફિચર આવવાનુ છે. રિપોર્ટ્સનુ માનીએ તો એપ ટૂ-સ્ટેપ વેરિફિકેશન પોતાના વેબ વર્ઝન અને ડેસ્કટૉપ એપ પર પણ એડ થવાનુ છે. WAbetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsApp ટૂ-સ્ટેપ વેરિફિકેશન ફિચરને ફ્યૂચર અપડેટની સાથે વેબ વર્ઝન અને ડેસ્કટૉપ એપમાં ઉમેરવાના પ્લાનિંગમાં છે. આનો એક સ્ક્રીનશૉટ પણ સામે આવ્યો છે. 


સ્ક્રીનશૉટથી સ્પષ્ટ છે કે ટૂ-સ્ટેપ વેરિફિકેશન ફિચરને વેબ અને ડેસ્કટૉપ વર્ઝન માટે ઇનેબલ કે ડિસેબલ કરવામાં આવી શકે છે. WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsApp યૂઝર્સ વેબ અને ડેસ્કટૉપ પર પણ ટૂ-સ્ટેપ વેરિફિકેશન ફિચરનો ઉપયોગ કરી શકે છે. આ ફિચર ખુબ મહત્વપૂર્ણ છે. આનો ઉપયોગ એકાઉન્ટ રીસેટ કરવામાં કરી શકાય છે. 


મોબાઇલ વર્ઝનમાં પહેલાથી જ છે આ ફિચર-
ઉલ્લેખનીય છે કે, WhatsApp મોબાઇલ એપ પર પહેલાથી જ ટૂ-સ્ટેપ વેરિફિકેશન ફિચર અવેલેબલ છે. યૂઝર્સને પોતાનો ફોન નંબર રજિસ્ટર કરવા પર પીન એન્ટર કરવાનો હોય છે. ધ્યાન આપો કે પીન યાદ ના રહેવા પર યૂઝર્સ ઇમેઇલની મદદથી પોતાનુ એકાઉન્ટ રીસેટ કરી શકે છે. WhatsApp રજિસ્ટર ઇમેઇલ પર રિસેટ લિન્ક મોકલે છે. સાથે જ આ યૂઝરના એકાઉન્ટને સુરક્ષિત રાખવામાં પણ મદદ કરે છે. 


મોબાઇલ પર કઇ રીતે ઓન થાય છે two-step વેરિફિકેશન-


યૂઝર્સને સૌથી પહેલા Settingમાં જવુ પડશે. 
અહીં તેને Account > Two-step verification > Enable પર ક્લિક કરવાનુ છે.
આ પછી તેને 6 ડિઝીટનો એક કૉડ એન્ટર કરવો પડશે, અને તેને કન્ફોર્મ કરવો પડશે. 
તમે ઇચ્છો તો અહીં તમારો ઇમેઇલ પણ જોડી શકો છો. તમારુ એકાઉન્ટ વધારે સુરક્ષિત થઇ જશે.
નેક્સ્ટ પર ક્લિક કરતાં જ તમારી સામે કન્ફોર્મ ઇમેઇલનો ઓપ્શન આવશે. 
આ પછી તમારે Save કે Done પર ક્લિક કરવાનુ છે.


 


આ પણ વાંચો...........


TIPS : ગૂગલ Gmailના સ્ટૉરેજ માટે આ ટ્રિક્સ છે બહુ કામની, જાણો સ્ટૉરેજ ફૂલ થઇ જાય ત્યારે શું કરવુ.......................


WhatsApp ગ્રુપમાં નહી ચાલે મેમ્બર્સની મનમાની, Adminને જલદી મળી શકે છે આ પાવર


રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાની થશે શરૂઆત?


LIC IPO: આ મહિનાની શરૂઆતમાં આવશે LICનો IPO, સરકારે આપી જાણકારી


ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન


Schools Reopening News: કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ આ રાજ્યોએ કરી શાળાઓ ખોલવાની જાહેરાત, જાણો વિગતે