46 ટકાનો ઉછાળો
લેટેસ્ટ ડેટા અનુસાર ટિકટોક 2019 જાન્યુઆરીની તુલનામાં 2020 જાન્યુઆરીમાં 46 ટકા વધારે વખત ડાઉનલોડ થઈ છે. જ્યારે ડિસેમ્બર 2019ની તુલનામાં 27 ટકાનો વધારો નોંધાયો છે.
ભારતમાં સૌથી વધારે ડાઉનલોડ
ડાઉનલોડના આ આંકડામાં ટિકટોકે ત્રણ ટોપ માર્કેટને બતાવ્યું છે. તેમાં 34.4 ટકા ડાઉનલોડની સાથે ભારત ટોપર પર છે. જ્યારે બ્રાઝિલમાં 10.4 ટકા અને અમેરિકામાં 7.3 ટકા રહ્યું છે. આ આંકડામાં હજુ વધારો થઈ શકે છે. કારણ કે તેમાં ચીન અને અન્ય વિસ્તારમાં એન્ડ્રોઈડ ઉપરાંત થર્ડ પાર્ટી પ્લેટફોર્મ્સ દ્વારા કરવામાં આવેલ ડાઉનલોડ્સ સામેલ કરવામાં નથી આવ્યા.
ફેબ્રુઆરીમાં વધશે આંકડો
હાલમાં ટિકટોકના કુલ ડાઉનલોડની સંખ્યા 182 કરોડ આંકડાને પણ પાર કરી ગઈ છે. તેમાં ટ્રેડ પ્રમાણે કહેવાય છે કે, ફેબ્રુઆરીમાં વધારો થવાની ધારણા છે. ન એપ પરચેસ રેવન્યૂની વાત કરીએ તો ડિસેમ્બરમાં ટિકટોકની વૈશ્વિક આવક 39.4 મિલિયન ડોલર રહીહતી. જોકે જાન્યુારીમાં તે ઘટીને 28.6 મિલિયન ડોલર પર આવી ગઈ હતી. તેમ છતાં ચીન અને અમેરિકામાં થયેલ ઇન એપ પરચેસ આવક ક્રમશઃ 84.5 ટકા અને 10.1 ટકા રહી.
Duoyinના પરફોર્મન્સમાં સુધારો
ટિટકોટના ચાઈનીઝ વર્ઝન Duoyinના ઇન એપ પરચેસમાં પ્રથમ વખત જાન્યુઆરી 2020માં ઘટાડો જોવા મળ્યો, પરંતુ તે 23 જાન્યુઆરીના રોજ શરૂ થયેલ સ્પ્રિંગ ફેસ્ટિવલમાં ફરીથી ગતી પકડી હતી. 2019ના સ્પ્રિંગ ફેસ્ટિવલની તુલનામાં આ વખતે Duoyinનું ઇન એપ પરચેસ 18.7 ગણું વધારે રહ્યું.