વોટ્સએપના FAQ પેજ પર આપવામાં આવેલ બ્લોગ અનુસાર, એન્ડ્રોઈડ વર્ઝન 2.3.7 અને તે પહેલાની ઓપરેટિંગ સિસ્ટમ માટે સપોર્ટ બંધ કરી દીધું છે. સાથે જ જો તમે એપલ આઈફોનનો ઉપયોગ કરો છે તો iOS 8 અથવા તેનાથી જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલી રહેલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે તો 1લી ફેબ્રુઆરી, 2020થી WhatsApp નહીં ચાલે.
જો તમારી પાસે જૂનો સ્માર્ટફોન છે અને તમે કઈ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે અને તેનું વર્ઝન જાણવા ઈચ્છો છો તો ઓએસ વર્ઝન ઓળખવા માટે સેટિંગમાં આપવામાં આવેલા એબાઉટ ફોન સેક્શનમાં જવું પડશે. જ્યાં તમારે સોફ્ટવેર ઈન્ફો ઓપ્શન પર ક્લિક કરીને ઓએસ વર્ઝનની જાણકારી મળી જશે. બીજી બાજુ આઈફોન યૂઝર્સને વર્ઝન ઓળખવા માટે સેટિંગમાં આપવામાં આવેલા જનરલ ઓપ્શનમાં જઈને સોફ્ટવિયર અપડેટ પર ટેપ કરવું પડશે.
જો તમારી પાસે કોઈ વિન્ડોઝ ફોન છે તો તેના પર વોટ્સએપ નહીં ચાલે. કંપનીએ 31 ડિસેમ્બર 2019થી દરેક વિન્ડોઝ સ્માર્ટફોન્સને સપોર્ટ બંધ કર્યો છે. કંપનીએ એક ઓફિશ્યિલ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે યૂઝર્સ 31 ડિસેમ્બર 2019થી વિન્ડોઝ ફોન ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ નહીં કરી શકો અને વોટ્સએપ 1 જુલાઈ 2019 પછીથી માઈક્રોસોફ્ટ સ્ટોર પર પણ ઉપલબ્ધ નહીં રહે. તમે સેટિંગ્સમાં જઈને ચેટનો બેકઅપ લઈ શકો છો. જેથી ડિવાઈસ પર વોટ્સએપ રજિસ્ટર કરીને ફરીથી ચેટ બેકઅપ મેળવી શકો.