WhtspApp Web Feature: વૉટ્સએપ કેટલાક નવા ફિચર્સ પર કામ કરી રહ્યું છે, તેમાંથી એક છે જેને છેલ્લા કેટલાક મહિનાઓમાં કેટલીય વાર જોવામાં આવ્યુ છે તે છે મેસેજ રિએક્શન ફિચર. આ સર્વિસ હજુ અંડર ડેવલપમેન્ટ છે. એકવાર રૉલઆઉટ થયા બાદ, આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ રિએક્શન ફિચરની જેમ જ કામ કરશે. આ પ્લેટફોર્મ્સ પર યૂઝર્સ ઇમૉજી વાળા મેસેજ પર રિએક્ટ કરી શકે છે. અત્યાર સુધી આ ફિચર અને આનાથી જોડાયેલી અન્ય વસ્તુઓ માત્ર iOS અને Androidના બીટા અપડેટમાં જ જોવા મળી હતી. 


હવે એક રિપોર્ટ અનુસાર, પ્લેટફોર્મ એક એવી સુવિધા પર પણ કામ કરી રહ્યું છે, જે વેબ યૂઝર્સને તેના મેસેજ પર પ્રતિક્રિયા આપવા પર ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરવાની અનુમતિ આપશે. આ નવુ  ‘Turn of all reaction notifications’ ઓપ્શન નોટિફિકેશન સેટિંગ ઓપ્શનમાં દેખી શકાય છે. આ ફિચર પર હજુ કામ કરવામાં આવી રહ્યું છે, અને હજુ સુધી યૂઝર્સ માટે ઉપલબ્ધ નથી. પરંતુ અલગ અલગ પ્લેટફોર્મોની જેમ એ આશા કરવામાં આવી શકે કે કંપની જલ્દી રિએક્શન ફિચર શરૂ કરશે.  


ગયા અઠવાડિયે પ્લેટફોર્મે બીટા અપડેટની સાથે એક નવુ ફિચર રિલીઝ કર્યુ જે વૉટ્સએપ વેબ યૂઝ્સને સ્ટીકર સ્ટૉર સર્ચ કરવાની અનુમતિ આપે છે. પહેલા, યૂઝર્સ માત્ર તે જ સ્ટીકર મોકલી શકતા હતા જે પેનલમાં પહેલાથી ઉપલબ્ધ હતા, કે તેમને સ્માર્ટફોન એપના માધ્યમથી મોકલવામાં કે પ્રાપ્ત કરવાના હતા. નવા સ્ટીકર સ્ટૉરની સાથે, યૂઝર્સ હવે કોઇપણ ગૃપ કે કોઇપણ અન્ય યૂઝરને મોકલવા માટે સ્ટીકર સર્ચ કરી શકે છે. 


ગયા મહિને ફેસબુકની માલિકી વાળા પ્લેટફોર્મે વેબ યૂઝર્સ માટે એક ફિચર પણ શરૂ કર્યુ હતુ, તેમને ગેલરીમાં ફોટોથી પોતાના ખુદ માટે સ્ટીકર બનાવવાની પરમીશન આપે છે. આ સર્વિસ યૂઝર્સને કોઇને કોઇ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કર્યા વિના પ્લેટફોર્મની અંદર એક ફોટોથી સ્ટીકર બનાવવામાં સક્ષમ બનાવે છે. પ્લેટફોર્મ આઉટરલાઇન, ઇમૉજી, સ્ટીકર, ટેક્સ્ટ, પેન્ટ અને ક્રૉપ એન્ડ રૉટેટ જેવા એડેટિંગ ટૂલનો એક લાંબો બન્ચ પણ પ્રદાન કરે છે, અને આગળ યૂઝર્સને તસવીરો મૉડિફાઇડ કરવાની અનુમતિ આપે છે.


આ પણ વાંચો


UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો


ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?


કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?