હું તો બોલીશઃ આ બધુ ક્યારે સુધારશો સરકાર?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં બી.જે.મેડિકલ કોલેજમાં હોસ્ટેલની સમસ્યાઓ અંગે વિદ્યાર્થીઓ આક્રમક મૂડમાં છે. ગર્લ્સ હોસ્ટેલ જર્જરિત હાલતમાં હોવા છતા તંત્ર ધ્યાન આપતું નથી. અમદાવાદ બી.જે.મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સતત ત્રણ દિવસથી વિરોધ કરી રહ્યા છે. બોયઝ હોસ્ટેલમાં પણ ઘણી સમસ્યાઓ છે વારંવાર રજુઆત કરી હોવા છતા કોઈ નિવારણ આવતું નથી. ગર્લ્સ હોસ્ટેલની સરકારના પીઆઈયુના સ્ટ્રકચરલ એન્જિનિયરે તપાસ કરવામા આવી હતી અને તપાસ બાદ એજન્સીએ આપેલા રિપોર્ટ મુજબ ગર્લ્સ હોસ્ટેલ ૫૦ વર્ષ જુની છે અને ખૂબ જ જર્જરિત હોવાથી વિદ્યાર્થિનીઓને રહેવા માટે અસુરક્ષિત છે. તો બી.જે.મેડિકલ કોલેજમાં એમબીબીએસ-યુજી મેડિકલના ૯૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં ૭૦૦થી વધુ વિદ્યાર્થી અને ૨૫૦થી વધુ વિદ્યાર્થિનીઓ છે.
જે વૈકલ્પિક વ્યવસ્થા આ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી છે તે ઈમારત પણ વર્ષો જૂની છે અને તે પણ જર્જરિત અવસ્થામાં છે. આજે વિદ્યાર્થીઓએ કાળા કપડાં પહેરીને સફેદ પાટ્ટા સાથે વિરોધ કર્યો હતો.