હું તો બોલીશઃ STના કર્મચારીઓનું દર્દ તો સાંભળો સરકાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Sep 2021 10:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppST કર્મચારી મહામંડળે પડતર માંગ સ્વીકારવામાં નહી આવે તો 8 ઑક્ટોબરથી રાજ્ય સરકારને હડતાળ પર ઉતરવાની ચીમકી આપી હતી. ST નિગમના 22 હજાર કર્મચારીઓ મોંઘવારી ભથ્થુ, એરિયર્સ, ઓવર ટાઈમ, સેટલમેન્ટના લાભ સહિત અન્ય પડતર માગણીઓ મુદ્દે છેલ્લા એક અઠવાડિયાથી કાળી પટ્ટી બાંધી વિરોધ કરી રહ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે જો તેમની માંગ સ્વીકારવામાં ન આવી તો આગામી દિવસોમાં રિસેસના સમયે સૂત્રોચ્ચાર અને ઘંટનાદનો કાર્યક્રમ કરશે. તેમ છતાં માંગ ન સ્વીકારાઈ તો 8 ઑક્ટોબરથી 22 હજાર કર્મચારીઓ અચોક્કસ મુદત માટે માસ સીએલ પર ઉતરી બસનાં પૈડાં થંભાવી દેશે.