વડોદરાઃ પોલીસ સ્ટેશનમાં જ પોલીસે હત્યાની આરોપી યુવતી સાથે સેક્સ માણ્યું, બીજા શું અત્યાચાર કર્યા? જાણો વિગત
આ રીતે અવારનવાર માર મારવાના કારણે હાથ ફુલી ગયો હોવાથી મીનેષ બહારથી બરફ લાવી હાથ પર ઘસ્યો હતો અને બાદમાં લાકડાની બેંચ પર સૂવડાવી ફરીથી માર માર્યો હતો. એ પછી મીનેષે તેની સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. તેના કારણે તે પ્રેગનન્ટ થઈ ગઈ હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીનેષે મને જે રૂમમાં રાખી હતી તે રૂમમાંથી મહિલા કોન્સ્ટેબલને બહાર કાઢી દરવાજો અંદરથી બંધ કરી લાકડી, પટ્ટો તેમજ પાઇપથી પગના તળીયે મારી હતી પગ અને હાથની આંગળીમાં ટાંકણીઓ પણ મારી હતી. મીનેષે તેમજ તેની સાથે આવેલા બે શખ્સોએ કરંટ પણ આપ્યા હતાં.
યુવતીને બેંચ પર સુવડાવી માર મારવા ઉપરાંત કરંટ આપ્યો હોવાનો આક્ષેપ પણ યુવતીએ કર્યો છે. યુવતીએ જણાવ્યું હતું કે મીનેષ પેટ્રોલિંગમાં હોય ત્યારે અનેક વખત ઘેર આવી પાણી પીતો હોવાથી નામથી ઓળખું છું. હત્યાના આરોપમાં પોલીસ સ્ટેશન લાવવામાં આવી ત્યારે આ મીનેષ આવ્યો હતો.
વડોદરાઃ સંતરામપુર પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલી યુવતી સાથે તપાસ કરનારા પોલીસે તપાસ દરમિયાન સેક્સ માણ્યું હતું ને ગર્ભવતી બનાવી દીધી હતી. યુવતીએ આ અંગે મહિસાગર જિલ્લાના પોલીસ વડા ઉષા રાડાને ચિઠ્ઠી લખીને ફરિયાદ કરતાં ઉષા રાડાએ આ મામલાને ગંભીરતાથી લઈ ફરિયાદ નોંધી હતી.
યુવતીના કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. રીમાન્ડ દરમિયાન યુવતી પર ભારે અત્યાચાર કરાયા હતા. હત્યાની તપાસ માટે પોલીસ સ્ટેશનમાં આવેલા એલસીબીના કોન્સ્ટેબલ મીનેષે તેમજ તેની સાથેના અન્ય બે માણસોએ પહેલાં બે દિવસ સુધી માર માર્યો હતો અને બાદમાં મીનેષે તેની સાથે સેક્સ માણ્યું હતું.
ઉષા રાડાએ આ કેસમાં નિમેશ ભુનેકર નામના પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ પણ કરી છે. યુવતીની પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સંતરામપુર પોલીસ મથકે નોંધાયેલા ફરિયાદ મુજબ ગઇ 29 મેની આસપાસ યુવતીની હત્યાના આરોપી તરીકે ધરપકડ કરાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -