વડોદરામાં ચોટીકાંડથી લોકોમાં ફફડાટ, એક જ દિવસમાં 3ની કપાઇ ચોટલી
દરમિયાન તનવીએ તેની દાદી અને માતા-પિતાને જાણ કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ સાથે આ બનાવની જાણ અક્ષતા સોસાયટીમાં વાત પ્રસરતા ચકચાર મચી ગઇ હતી. અને સોસાયટીના રહીશો તનવીના ઘરે ધસી આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાઃ આજકાલ સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી મહિલાઓની ચોટલી કપાઈ હોવાની માહિતી મળી રહી છે. ત્યારે વડોદરાના કારેલીબાગમાં નિંદ્રાધિન એક સ્ટુડન્ટ અને મકરપુરા વિસ્તારમાં બે મહિલા સહિત 3ના ચોટલા કપાઇ જવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર આવેલી બી-195 અક્ષતા સોસાયટીમાં તનવી પ્રફૂલભાઇ જાદવ પરિવાર સાથે રહે છે. અને તનવી બ્રાઇટ હાઇસ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરે છે. તનવી, તેની દાદી અને ભાઇ મકાનના નીચેના રૂમમાં સૂઇ ગયા હતા. અને તેના માતા-પિતા પહેલા માળે સૂતા હતા.
આજે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે તનવીને પોતાના વાળ ખેંચાઇ રહ્યા હોવાનો અહેસાસ થતા તેણે તુરંત જ તેની દાદીને કહ્યું કે, મારા વાળ ખેંચાઇ રહ્યા છે. દાદીએ કહ્યું કે, મારા નીચે વાળ દબાયા નથી. તું સૂઇ જા. બાદમાં પથારીમાં પોતાનો કપાયેલો ચોટલો જોતા જ તનવી ચોંકી ઉઠી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -