આતંકી સુભાને ગુજરાતમાં ક્યા હિંદુવાદી નેતાના ઘરની કરી હતી રેકી? પતાવી દેવાનો હતો પ્લાન
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એ વાતનો ઘટસ્ફોટ થયો હતો કે, અબ્દુલ સુભાન તૌકિરે 2007માં કેરાલામાં તથા 2008માં પાવાગઢ-હાલોલનાં જંગલોમાં થયેલ આતંકવાદી તાલીમ કેમ્પમાં પણ ભાગ લીધો હતો, એટલુ જ નહીં તેને ભાષણો પણ આપ્યાં હતાં. ઉપરાંત અબ્દુલ સુભાન તૌકિરનો 2003-04માં સિમિની અમદાવાદમાં થયેલી મિટિંગમાં વડોદરાના કયામુદ્દીન કાપડીયા સાથે સંપર્ક થયો હતો, બાદમાં કયામુદ્દીનને તે વડોદરામાં પણ મળતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિપક શાહે જણાવ્યું હતું કે, હું 1991માં એકતા યાત્રામાં સક્રિય હતો અને સાથે સાથે એબીવીપીમાં પણ એક્ટિવ હતો, હું યુનિવર્સિટીમાં પણ બોલકો સેનેટ મેમ્બર હતો જેના કારણે મારી રેકી કરી હોવાનું મને લાગે છે.
આ અંગે દિપક શાહે જણાવ્યું હતું કે, મારા ઘર અને ઓફિસની રેકી કરી હોવા બાબતે મને સાંજે પ્રસાર માધ્યમો દ્વારા જ જાણ થઇ છે. મારા ઘર અને ઓફિસની કેમ રેકી કરી તે મને સમજાતું નથી.
કયામુદ્દીને વડોદરામાં હિન્દુ વિસ્તારોમાં રેકી કરવા જણાવ્યા બાદ તૌકિરે શહેરની એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર દિપક શાહના ઘર અને ઓફિસની રેકી પણ કરી હતી. તૌકિર અન્ય આરોપીઓ રીયાઝ ભટકલ અને ઇકબાલ ભટકલના સીધા સંપર્કમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
વડોદરાઃ મૉસ્ટ વૉન્ટેડ આતંકી અબ્દુલ સુભાન તૌકિરની દિલ્હી પોલીસે લાંબી શોધખોળ બાદ ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, અબ્દુલ સુભાન તૌકિર 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોંબ બ્લાસ્ટમાં બોંબ બનાવનાર મુખ્ય ચહેરો હતો. હવે તૌકિરની તપાસમાં કેટલાક ઘટસ્ફોટ નિવેદનો બહાર આવી રહ્યાં છે, તેને એક પૂર્વ સેનેટ સભ્યની ઓફિસ અને ઘરની રેકી કરી હોવાની વાત પણ સામે આવી છે.
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, અબ્દુલ સુભાન તૌકિરે વડોદરાના કયામુદ્દીન કાપડીયાને મળ્યા બાદ એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર દિપક શાહની ઓફિસ અને ઘરની રેકી કરી હતી. કયામુદ્દીન કાપડીયાએ જ વડોદરામાં બ્લાસ્ટ કરવા માટે રેકી કરવા તૌકિરને જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -