વડોદરાઃ બોયફ્રેન્ડનું દેવું ભરવા યુવતીએ શું ઘડ્યું કાવતરું? થયો ચોંકાવનારો ખુલાસો
વડોદરાઃ દેશમાં નોટબંધી પછી કાળું નાણું ધરાવતાં લોકો પર આવકવેરા વિભાગ સપાટો બોલાવી રહ્યું છે, ત્યારે વડોદરાની એક યુવતી પોતાના બોયફ્રેન્ડનું દેવું ભરવા માટે ડમી ઇન્ટકમટેક્સ ઓફિસર બની હતી અને ટ્રાન્સપોર્ટ મેનેજરના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડો પાડીને યુવતીએ 1.70 લાખ રૂપિયા રોકડા અને 25 લાખના ચેકની તફડંચી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિનેશ સિંગે બેગ આપતાં યુવતીએ બેગ ખોલી તપાસ કરી હતી અને રોકડ રકમ અને ચેક પ્લાસ્ટિકની કોથળીમાં લપેટી બે નંબરના રૂપિયા હોવાનું કહી કબ્જે કરી લીધા હતા. તેમજ આવતીકાલે સવારે છાણી પોલીસ સ્ટેશનમાં જઇને બેગ લઇ લેવા જણાવ્યું હતું. આ પછી તે ત્યાંથી નકળી ગઈ હતી. મેનેજરે તાત્કાલિક કંપનીના શેઠને જાણ કરી હતી. તેમને તપાસ કરતાં યુવતીએ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. આથી દિનેશસિંગે છાણી પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી.
જોકે, આ યુવતી આ પૈસા લઈને પલાયન થઈ જાય તેની ગણતરીની કલાકોમાં જ યુવતીને પકડી લેવામાં આવી હતી. યુવતી પકડાઇ જતાં આ તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, તેણે પોતાના બોયફ્રેન્ડનું દેવું ભરવા માટે આ પગલું ભર્યું હતું. પોલીસે અત્યારે આ યુવતી અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી છે અને તેના ત્રણ દિવસના રિમાંડ મેળવ્યા છે. આગળ વાંચો કોણ છે આ યુવક અને યુવતી?
મેનેજરની ફરિયાદના આધારે તપાસ કરીને ગણતરીના કલાકોમાં જ લૂંટ ચલાવનારી યુવતી સુચિ પ્રબલ મહેતુ અને તેના બોયફ્રેન્ડ દેવર્ષિ જયેશ ગોસાઇને ઝડપી પાડી હતી. યુવતીએ બોયફ્રેન્ડ સાથે મળીને આ કાવતરું ઘડ્યું હતું. આ માટે તેના બોયફ્રેન્ડે રેકી પણ કરી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, વડોદરાના દશરથ ગામના દિનેશસિંગ ગનેશસિંગ રાજપૂત રણોલી જીઆઇડીસીમાં સનરાઇઝ પોલિફિલ્મ્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓ ગત 29મી નવેમ્બરે રૂપિયા 1,70,630 રોકડા અને કંપનીના ચેક મૂકીને રાત્રે નોકરી પૂરી કરી ઘેર આવ્યા હતા. આ જ રાત્રે નવ વાગ્યે કોઈએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખોલતાં એક યુવતી ઘરમાં ધસી આવી હતી અને તે સુરત ઇન્કટેક્સ ઓફિસર હોવાનું જણાવી પોતાનું આઇ કાર્ડ બતાવ્યું હતું. આ પછી તેમની બેગ માંગી હતી.
સુચિ મૂળ દિલ્લીની વતની છે અને એમ.એસ. યુનિવર્સિટીની એપલાઇડ કેમિસ્ટ્રીની પૂર્વ વિદ્યાર્થિની છે. સુચીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, નાણાંની જરૂરીયાત હોવાથી આ કૃત્ય આચર્યું હતું. તેને ત્રણ વર્ષથી દેવર્ષિ સાથે પ્રેમસંબંધ હતો. છેલ્લા એક વર્ષથી તે દિલ્લી સ્થાયી થઇ હતી પણ દેવર્ષિના માથે દેવું થઇ ગયું હોવાથી તેને મદદ કરવા માટે લૂંટ કરી હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -