વડોદરા રેલવે સ્ટેશન પર શાહરૂખની એક ઝલક મેળવવા પ્રશંશકોની ભીડ, 1નું મોત
તેમાં ફરજ પરના બે પોલીસમેન જિતેન્દ્રભાઇ, નગીનભાઇ પણ બેકાબૂ ભીડમાં ચગદાઇ ગયા હતા. તેની સાથે ફરીદખાન પઠાણ નામની એક વ્યક્તિ પણ દબાઇ જતાં આખરે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ લાઠીચાર્જમાં અનેક લોકોને ઘાયલ થયા હતા. જે તમામને સારવાર અર્થે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રેન આવી પહોંચતાં જ શાહરૂખ ટ્રેનના કોચના દરવાજા પર પ્રશંસકોને ચીયરઅપ કરવા માટે આવ્યો હતો. જો કે લોકોનો ભારે ધસારો જોઇને તેની સાથે ટ્રેનમાં આવેલી સન્ની લિયોની ડબામાં બહાર આવી ન હતી. લોકોના ટોળેટોળાં ટ્રેનની નજીક ધસી રહ્યાં હોવાથી સ્થિતિ અંકુશ બહાર ગઇ હતી.
વડોદરાના રેલ્વે સ્ટેશનથી પસાર થતી રાજધાની ટ્રેનમાં કિંગ ખાન આવવાનો છે હોવાની અગાઉથી જાણ થતાં ટ્રેન આવતા પહેલા જ પ્લેટફોર્મ ચક્કાજામ થઈ ગયુ હતું. આટલી ભીડ આટલી ભીડ ઊમટશે તેવો અંદાજ રેલવે કે સ્થાનિક પોલીસને હતો જ નહીં. સાંકડા પ્લેટફોર્મ પર ભારે અરાજકતા સર્જાઈ હતી.
વડોદરાઃ શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મ રઇસના પ્રચાર માટે મુંબઈથી દિલ્હી ટ્રેનમાં જઈ રહ્યા હતા. બધા ખુશ હતા પરંતુ આ ખુશી થોડા જ કલાકમાં દુખમાં ફેરવાઈ ગઈ જ્યારે વડોદરા સ્ટેશન પર એક વ્યક્તિનું મોત થઈ ગયું. મુંબઈથી શાહરૂખ પોતાની ટીમની સાથે અગસ્તાક્રાંતિ એક્સપ્રેસથી દિલ્હી માટે રવાના થયા હતા. તેની ટીમની સાથે અનેક મીડિયાકર્મી પણ હતા. સોશિયલ મીડિયા દ્વારા સમાચાર પ્રસારિત થયા બાદ દરેક સ્ટેશન પર શાહરૂખના હજારો ફેન્સ તેની એક ઝલક મેળવવા પહોંચી ગયા હતા.
શાહરુખને જોવા માટે આવેલી ભીડ કેટલી મોટી હતી, તેનો અંદાજ લોકો વિખેરાયા બાદ આખા પ્લેટફોર્મ પર બૂટ-ચંપલ અને મુસાફરોના સામાન ઠેર ઠેર વિખેરાયેલો પડ્યો હતો. આ ભીડનો લાભ લેવા માટે ખિસ્સાકાતરુઓ અને ઉઠાવગીરો પણ મોટી સંખ્યામાં ઉતરી આવતાં તેનો પણ હોબાળો મચી ગયો હતો.
ભીડમાં ચગદાયેલા બે વ્યક્તિઓને હ્રદયરોગનો હુમલો આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે પોલીસે જણાવ્યું હતું. ફરીદખાન નામના યુવાનનું મૃત્યુ થયાનું પોલીસે જણાવ્યું છે, પણ મહિલાના મોતનું સત્તાવાર જણાવાયું નથી. ફરીદખાન ફતેપુરા વિસ્તારનો છે અને પોતાની હોટલ ધરાવે છે. તે ભૂતકાળમાં મ્યુનિ. ચૂંટણી પણ લડી ચૂક્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -