વડોદરાઃ પરીક્ષામાં ઓછા ટકા આવતા કિશોરીનો આપઘાત, જાણો શું લખ્યું સ્યૂસાઈડ નોટમાં
રાજેશભાઈએ આ અંગે જણાવ્યું કે, દેવર્ષી અભ્યાસમાં હોશિયાર હતી. દેવર્ષીએ એક સપ્તાહ પહેલાં જ મને અંતિમ વિદાયના સંકેત આપતા વોટ્સએપ મેસેજ કર્યા હતા. પરંતુ દીકરીએ આપેલા સંકેતને હું સમજી ન શક્યો તેનું મને દુઃખ છે. ગોત્રી નારાયણ ગાર્ડન સોસાયટીમાં ગમગીની ફેલાવી દેનાર આ બનાવ અંગે જે.પી. રોડ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેવર્ષીએ આપઘાત કરતાં પહેલા પાપાને સંબોધીને સ્યૂસાઈડ નોટ લઘી હતી જેમાં દેવર્ષીએ લખ્યું છે કે, સોરી પાપા...સ્કૂલની પરીક્ષામાં હું 80 ટકા લાવીશ તેવું કમિટમેન્ટ આપ્યું હતું. પરંતુ તમને આપેલું કમિટમેન્ટ હું પૂરૂં કરી શકી નથી. પરંતુ આવતા જન્મમાં હું ચોકકસ કમિટમેન્ટ પૂરૂં કરીશ. સોરી..પાપા.. સોરી દીદી...હું તમને છોડીને જાઉ છું. મને માફ કરી દેજો.
યેશાએ ચીસ પાડતા પિતાને કહ્યું, જુઓ પાપા દેવર્ષીએ શું કર્યું? પિતા તુરંત જ દોડતા બારી પાસે ગયા હતા. અને દેવર્ષીને ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેઓ પણ બે મિનીટ માટે સ્તબ્ધ બની ગયા હતા. તુરંત જ દેવર્ષીના રૂમનો દરવોજા તોડી રાજેશભાઇ અને યેશા રૂમમાં ગયા હતા. અને પંખા સાથે લટકી રહેલા દેવર્ષીના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. આ સાથે પરિવારજનો અને પોલીસને જાણ કરી હતી.
મળતી માહિતી મુજબ દેવર્ષીના પિતા રાજેશભાઈ પારેખ IPCLમાં નોકરી કરે છે. નાઇટ શિફ્ટમાં નોકરી કરીને રાજેશભાઇ સવારે ઘરે આવ્યા હતા. ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. આથી તેઓએ તેમની નાની દીકરી દેવર્ષીને સવારે 7-30 વાગે સ્કૂલમાં જવાનું હોવાથી ફોન કર્યો હતો. પરંતુ તેનો કોઇ જવાબ ન આવતા તેમણે એમ.એસ. યુનિવર્સિટીમાં એમ.એસ.સી.માં અભ્યાસ કરી રહેલી યેશાને ફોન કર્યો હતો. મકાનના પ્રથમ માળે સૂઇ ગયેલી યેશાએ તુરંત જ પિતાનો ફોન ઉપાડ્યો હતો. અને નીચે આવી દરવાજો ખોલવા માટે આવી હતી. બાદમાં પિતાએ યેશાને જણાવ્યું કે, દેવર્ષીને જગાડ તેને સ્કૂલમાં જવાનું મોડું થશે. યેશાએ દેવર્ષીના રૂમની બારીમાંથી નજર કરતા દેવર્ષી પંખા ઉપર લટકી રહી હતી.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી 125, નારાયણ ગાર્ડન સોસાયટીમાં રહેતી અને ગોત્રીમાં આવેલી જય અંબે હાઇસ્કૂલમાં ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરતી દેવર્ષી રાજેશભાઇ પારેખે (ઉં.વ.16) સ્કૂલમાં લેવાયેલી પરીક્ષામાં 80 ટકાની અપેક્ષા રાખી હતી. પરંતુ 65 ટકા જ આવતા તેને ભારે આઘાત લાગ્યો હતો. આથી બુધવારે મોડીરાત્રે પોતાના સ્ટડી રૂમના પંખા પર પોતાની જ ઓઢણી વડે ગળેફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધું હતું.
વડોદરાઃ શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી જય અંબે હાઈસ્કૂલમાં ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પરીક્ષામાં 80 ટકા લાવવાનું કમિટમેન્ટ પૂરું ન કરી શકાતે આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થીનીએ અઠવાડિયા પહેલા જ વ્હોટ્સએપમાં પિતાને મેસેજ કરી આપઘાતનો અણસાર આપી દીધો હતો જેમાં તેણે લખ્યુ હતુ કે, 'થેન્ક યૂ પાપા, મારી તમામ ભૂલોને માફ કરવા બદલ.' જોકે તેના પિતા આ મેસેજને સમજી શક્યા ન હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -