વડોદરાઃ ભાવિ પતિના ઘરે આવેલી યુવતીનું રહસ્યમય મોત, શરીર પર બ્લેડના ઘા-ડામના નિશાન
કિંજલને પહેલા વડોદરાની બેન્કર હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર આપ્યા બાદ 25મીએ સ્ટર્લિંગ હોસ્પિટલમાં લવાઈ હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. કિંજલના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પરિવારજનોએ સયાજી હોસ્પિટલમાં પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે કિંજલના પરિવારજનોએ પિંકેશ અને તેના પિતા રમેશચંદ્ર સેવક, માતા રેખાબહેન સેવક તથા તેની બહેન અંકિતા સામે હાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પિંકેશ તેના માતા, પિતા અને બહેનની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.
પરિવારજનો આક્ષેપ છે કે, પિંકેશ અને તેના પરિવારજનો કિંજલને જલદી લગ્ન કરવા માટે દબાણ કરતા હતા. પરંતુ કિંજલ કરિયર બનાવવા માંગતી હતી. આથી ઉતાવળે લગ્ન માટે તૈયાર નહોતી. આથી પિંકેશ અને તેના પરિવારજનોએ તેમની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે.
લેબોરેટરી ટેકનીશિયનનો કોર્ષ કરતી કિંજલના આગામી વર્ષે પિંકેશ સાથે લગ્ન થવાના હતા. ત્યારે કિંજલની પોતાના ભાવિ પતિના ઘરે અવર-જવર રહેતી હતી. દરમિયાન ગત તા.24મીના રોજ કિંજલને પિંકેશેકોઈ કામથી ઘરે બોલાવી હતી. કિંજલના પરિવારજનોનો આક્ષેપ છે કે, કિંજલને ઘરે બોલાવ્યા બાદ પિંકેશ તેના પિતા રમેશચંદ્ર, માતા રેખાબેન અને તેની બહેન અંકિતાએ ભેગા મળી ઢોર માર માર્યો હતો.
વડોદરાઃ ગોધરા-હાલોલ રોડ પર આવેલી જવાહર સોસાયટી ખાતે રહેતા પોતાના ફિયાન્સના ઘરે આવેલી યુવતીનું રહસ્યમય મોત થયું છે. યુવતીના શરીર પરથી બ્લેડના ઘા અને ડામ દેવામાં આવ્યા છે. એટલું જ નહીં આ પછી તેને ઝેરી દવા પીવડાવીને યુવતીના ભાવિ પતિ અને તેના માતા-પિતાએ ભેગા મળીને હત્યા કરી નાંખી હોવાનો આક્ષેપ કર્યો છે.
ગોધરા-હાલોલ રોડ ઉપર 7- કલાહરી ડુપ્લેક્ષમાં રહેતી અને કિંજલ કોલ્ડડ્રિંક્સના માલિકની દીકરી કિંજલ જયેશભાઈ જોષી(ઉ.વ.22)ની સગાઈ આઠ મહિના પહેલા પહેલા ગોધરા-હાલોલ રોડ ઉપર આવેલ 5, જવાહરનગર સોસાયટીમાં રહેતા અને હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરનાર પિંકેશ રમેશચંદ્ર સેવક (ઉં.વ.25) સાથે થઇ હતી.
પરિવારજનોનો આક્ષેપ છે કે, કિંજલના શરીરના વિવિધ ભાગો ઉપર બ્લેડના ઘા મારી ડામ દીધા હતા. કિંજલ બેભાન થઇ ગયા બાદ તેણે ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. કિંજલના આઘાતજનક સમાચાર મળતાં કિંજલના પરિવારજનો તેને જ્યાં દાખલ કરાઈ હતી, તે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં કિંજલના શરીર પરના નિશાન પરિવારજનોએ જોયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -