વડોદરાઃ ડિવોર્સી યુવતીને થયો પ્રેમ, પણ પ્રેમપ્રકરણનો આવ્યો અણધાર્યો અંજામ, શું લખ્યું સૂસાઇડનોટમાં?
મોનિકાએ આપઘાત કરતાં પહેલા પોતાના પ્રેમી રિકેશને સંબોધીને એક ચિઠ્ઠી લખી છે, જેમાં તેણે લખ્યું છે કે, બાય.. આઇ.લવ.યુ., રિકેશ. જુઠ કહેતે હો તુમ કી કોઇ કીસી કે લીયે નહીં મરતા, મેરે મરને પર તો યકીન કરોગે ના...સચી જાનુ મેં આપશે બહુત પ્યાર કરતી હું, આપકે અલાવા કુછ નહીં ચાહીયે મુજે, ઔર આપ હી મુજે અપની જાનસે દૂર હોને કો બોલ રહે હો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે આગળ લખ્યું છે કે, મેં કૈસે ભુલા દુ વો સારે પલ, જિસમેં મેંને સહી ઢંગ સે જીના શિખા હો. સોરી...યે મેં નહીં કર સકતી. પર મેરે જીને સે આપકો તકલીફ હોતી હો તો લો મેરી મોત ભી સિર્ફ આપ કે નામ.. બાય.. આઇ લવ યુ., રિકેશ....આપ કી બેબી એમ.આર. ચૌહાણ.
શૈલેષ પાર્કમાં રહેતી મોનિકા રમેશભાઈ ચૌહાણના બે વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. આ પછી મોનિકાના જીવનમાં આ જ વિસ્તામાં રહેતો અને દુકાનમાં નોકરી કરતો અપરણીત રિકેશ દોહરી નામનો યુવાન આવ્યો હતો. રિકેશ સાથે પ્રેમ સબંધ બંધાયા બાદ મોનિકા પણ ખુશખુશાલ રહેતી હતી. પુત્રીની ખુશીમાં પરિવારજનો પણ ખુશ હતા અને તેઓ તેના મનગમતા યુવક સાથે લગ્ન કરાવવા પણ તૈયાર હતા.
આ પછી મોનિકાએ બુધવારે બપોર બાદ પોતાના ત્રણ માળના મકાનના બીજા માળે પંખાની બાજુના હુકમાં પોતાની જ સાડીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી અને આપઘાત કરતા પહેલાં રિકેશે લગ્નનો ઇન્કાર કરતા પહેલાં બોલેલા શબ્દો કંડારતી ચિઠ્ઠી લખી હતી. પાણીગેટ પોલીસે પ્રેમિકાએ આપઘાત કરતા પહેલાં પ્રેમીને સંબોધન કરતી લખેલી અંતિમ ચિઠ્ઠી કબજે કરી આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રેમસંબંધ આગળ વધતા મોનિકાએ રિકેશ સામે લગ્ન કરવા માટે પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, રિકેશે એક ઝાટકે લગ્નનો ઇન્કાર કરી દીધો. ત્યારે મોનિકાએ કહ્યું કે, તે લગ્ન નહીં કરે તો હું જીવી નહીં શકું, તેમ જણાવ્યું હતું. જેના જવાબમાં રિકેશે મોનિકાને કહ્યું હતું કે, કોઇ કીસી કે લીયે નહીં મરતા. આમ, પ્રેમીએ લગ્નનો ઇનકાર કરતાં મોનિકા ભાંગી પડી હતી.
વડોદરાઃ એક યુવતીએ પ્રેમીએ લગ્ન કરવાનો ઇનકાર કરતા ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. શહેરના વાઘોડિયા રોડ આવેલા શૈલેષ પાર્કમાં રહેતી મોનિકા ચૌહાણ(ઉ.વ.27)એ આપઘાત કરતાં પહેલા સૂસાઇડ નોટ લખી છે, જેમાં તેણે પોતાના પ્રેમ પ્રકરણ અંગે ખુલાસો કર્યો છે. મોનિકાના વર્ષ 2015માં મુંબઈ ખાતે લગ્ન થયા હતા, પરંતુ તેના છૂટાછેડા થઈ જતાં તે માતા-પિતા સાથે વડોદરા રહેતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -