પ્રોગ્રામમાં યુવકે છેડતીનો પ્રયાસ કર્યો તે અંગે ગુજરાતી સિંગર કિંજલ દવેએ શું કીધું? જાણો વિગતે
સ્થાનિક પોલીસને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે કાર્યક્રમ માટે પરવાનગી લેવાઈ હતી પરંતુ કાર્યક્રમમાં છેડતીનો કોઈ બનાવ બન્યો છે તેની કોઈ માહિતી નથી અને આ સંદર્ભે કોઈ ફરિયાદ પણ મળી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે કાર્યક્રમના આયોજક ચેતન દવેએ જણાવ્યું હતું કે, કિંજલ દવેના લોક ડાયરામાં ફોટો અને ઓટોગ્રાફ લેવા લોકોએ પડાપડી કરી હતી જોકે આ પ્રસંગે તેની છેડતી થઈ હોય તેવો કોઈ બનાવ બન્યો નથી.
છેડતીનો પ્રયાસ થતાં કિંજલ દવે તે યુવકને લાફો મારવાનો પ્રયાસ કર્યો હતો. યુવકને પકડવા એક તબક્કે ચાહકોની ભીડ વચ્ચે સ્ટેજ પરથી નીચે ઉતરવાનો પ્રયાસ કરતી કિંજલ દવેને રોકી લેવામાં આવી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
કાર્યક્રમ પૂરો થયા બાદ સ્ટેજ પર ઊભેલી અને બાઉન્સરોથી ઘેરાયેલી કિંજલ દવે સાથે સેલ્ફી લેવા તેના ચાહકોએ પડાપડી કરી હતી. જોકે આ દરમિયાન ભીડનો લાભ લઈ સ્ટેજ પાસે ધસી આવેલા એક યુવકે કિંજલ દવેની છેડતીનો પ્રયાસ કર્યો હતો.
વડોદરા જિલ્લાની સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઈમાનદારનો 2 નવેમ્બરના રોજ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં આ ઘટના બની હતી. આ પ્રસંગે ‘ચાર ચાર બંગળીવાળી ગાડી...’ ગીતની પ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવેના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ડાયરાની મજા માણવા ઉપસ્થિત રહ્યા હતાં.
એક તબક્કે ગુસ્સે ભરાયેલી કિંજલ દવેની છેડતીનો પ્રયાસ કરનાર શખ્સને લાફો મારવાની કોશીશ કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે આ અંગે કિંજલ દવેએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, મારી સાથે કોઈ છેડતી થઈ નથી. મારા બોર્ડીગાર્ડ સાથે ખરાબ વર્તન થયું હતું એટલે ગું ગુસ્સે ભરાઈ હતી.
વડોદરા: વડોદરાના સાવલી ખાતે 2 નવેમ્બરે ધારાસભ્ય કેતન ઈનામદારના સન્માન સમાંરભમાં જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાઉન્સરો વચ્ચે સ્ટેજ પર ઊભેલી કિંજલ દેની એક શખ્સે છેડતી કરી હોવાની ઘટના બની હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -