ગુજરાત ભાજપના ક્યા જૂના જોગી ધારાસભ્યની તબિયત કથળતાં એર એમ્બ્યુલન્સથી મુંબઈ લઈ જવા પડ્યા? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jun 2017 10:19 AM (IST)
1
વડોદરા: ભાજપના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની બિમારીના કારણે એર એમ્બ્યુલન્સથી મુંબઈની જાણીતી હોસ્પિટલમાં હૃદયના અનિયમિત ધબકારાની સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ડૉક્ટરોએ હૃદયના અનિયમિત ધબકારા હોવાનું પ્રાથમિક તારણ જણાવતા તેમને પેસ મેકર મૂકવાનું હતું. જો કે ભાજપના કેંદ્રીય મંત્રી મેનકા ગાંધીએ મુંબઈની હોસ્પિટલમાં ચેકઅપ કરાવવાનો યોગેશ પટેલને આગ્રહ કર્યો હતો.
3
વિધાનસભાની ચૂંટણીની હવે ગણતરીના જ મહિના બાકી છે અને સ્કૂલ ફીના મુદ્દે ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ આગળ આવીને નેતાગીરી હતી. પરંતુ તે છેલ્લા કેટલાંક દિવસોથી હૃદયની બિમારીના કારણે વડોદરાની નટુભાઈ સેન્ટર પાસેની હોસ્પિટલમાં ત્રણ દિવસથી સારવાર હેઠળ હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -