વડોદરાઃ પીધેલા એ 3 વાહનોને ઠોકી સર્જી અકસ્માતોની હારમાળા, લોકો પાછળ પડતાં ભગાવી કાર
વડોદરાઃ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા અને વડોદરામાં રહેતા પીએસઆઈ એસ.ડી.ડામોરે ફતેગંજ બ્રિજ નીચે ગત રાત્રે કાર ચાલક પીએસઆઇ બે રિક્ષા અને એક ટેમ્પાને અડફેટે લઇ અકસ્માત સર્જ્યા બાદ એક મહિલા અને બાળકને અથાડતાં અકસ્માતની વણઝાર સર્જી હતી. આ બનાવને પગલે એકત્ર થયેલા લોક ટોળાં વિફરે તે પહેલાં ફતેગંજ પોલીસે અકસ્માત સર્જનાર નશામાં ચૂર કારચાલક PSIની અટકાયત કરી ગાડીમાંથી દારૂની બે પોટલી કબ્જે કરી હતી. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમજ ફુલ સ્પીડમાં આવતી આ કાર જો અટકી ના હોત તો આ બે શ્રમજીવી સહિત અસંખ્ય લોકો ઘાયલ થયા હોત. કાર ચાલક પોલીસે ઉતરતાની સાથે સ્થાનિક લોકો ઉપર સ્થાનિક પોલીસ કર્મચારી હોવાનું જણાવી ભાગી જવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ફતેગંજ પોલીસ ઇન્સપેક્ટર વાય.બી. જાડેજાએ જણાવ્યું હતું કે અમે પ્રોહિબીશન મુજબ કાર્યવાહી કરીશું તેમજ કાર ચાલક પીએસઆઇનું મેડિકલ પણ કરાવીશું. જો કે હજુ ફરિયાદ નોંધવાની કામગીરી ચાલુ છે.
જો કે ફતેગંજ પોલીસને આ ઇજા ક્યાંથી થઇ કે પોલીસ સબ ઈન્સ્પેક્ટર ક્યાં જતો હતો? કે ક્યાં રહે છે તે અંગે કોઇ માહિતી નહોતી. જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગાડીમાં દારૂની ખાલી એક બોટલ મળી હતી.
અકસ્માતને પગલે સ્થાનિક લોકોએ ગાડીને ઘેરી લીધી હતી. જો કે ફતેગંજ પોલીસે તુરંત દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. નશામાં ચુર પોલીસ સબ ઈન્સ્પેક્ટરને ફતેગંજ પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. જ્યારે કારની તપાસ કરતાં તેમાંથી પોલીસે દેશી દારૂની બે પોટલી કબજે કરી હતી.
નશાની હાલતમાં કાર પરથી કાબુ ગુમાવતાં પીએસઆઈ ડામોરની વેગનઆર કારે પહેલા રીક્ષાને અડફેટે લીધા બાદમાં ટોળું પાછળ પાડતા કાર ભગાવી હતી જેમાં આગળ ભંગારના ગોડાઉન પાસે પાર્ક કરેલા છોટા હાથી અને એક રિક્ષાને અડફેટેમાં લીધાં હતાં. જ્યાં કામ કરી રહેલી શ્રમજીવી મહિલા સુનિતા બારીયા (ઉ.વ. 22) અને તેમના પુત્રને ઈજાઓ થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -