વડોદરાઃ બિમાર પતિએ યુવતીને બીજાને શોધી લેવા કહ્યું, યુવતીને હોસ્પિટલમાં યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પછી શું થયું ?
પરણીતાએ પ્રકાશને વાત કરતાં તેણે, તું આજકાલની છે, તારી સાથે લગ્ન થાય કે ન થાય તેની સાથે તો સબંધો ચાલુ જ રહેશે, તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ પણ કરાયો છે. આ બનાવ અંગે પરણીતાએ વારસિયા પોલીસ મથકે પ્રકાશ વલેજા (મિતુલપાર્ક સોસાયટી, ન્યુ વીઆઈપી રોડ) વિરુદ્વ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતીએ જણાવ્યું કે, ત્યાર બાદ મેં પ્રકાશને લગ્ન કરી લેવાનું કહેતાં કોઈને કોઈ બાબતે વાત ટાળી દેતો હતો અને લગ્ન કરવા માટે ગલ્લાંતલ્લાં કરતો હતો. ત્યાર બાદ પ્રકાશના જ મિત્રે મને કહ્યું કે, તેના ખંડેરાવ માર્કેટમાં મજૂરી કામ કરતી એક મહિલા સાથે પણ શારીરિક સબંધો છે તેથી તે તમારી સાથે લગ્ન નહીં કરે.
તેણે કહ્યું કે, આપણે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે, તું હવેથી મારી પત્ની છે, તેમ કહી એક રૂમમાં લઈ જઈ મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા ઓગષ્ટ 2017માં મારો પુત્ર બિમાર હોવાથી તેને વારસિયા રીંગ રોડની હોસ્પિટલમાં દાખલ કર્યા હતો, તે વખતે પ્રકાશે મારી સાથે હોસ્પિટલમાં રાતે રોકાઈને ફરી શારીરિક સંબંધ બાંધ્યા હતા.
અમે બંનેએ એકબીજાને પસંદ કરી લેતા પ્રકાશના ઘરના સભ્યોએ પણ લગ્ન માટેની સંમતિ આપી હતી. દરમિયાનમાં જૂન 2017માં એક દિવસ સાંજે સાત વાગ્યે પ્રકાશ સમા ખાતે આવેલા તેના ઓળખીતાના ફ્લેટ પર વાતચીત કરવાના બહાને લઈ ગયો હતો.
એક દિવસ જગદીશભાઈએ મને જણાવ્યું કે, મારો મિત્ર પ્રકાશ વાસુદેવ વલેજા ફ્રુટનો ધંધો કરે છે અને કુંવારો છે, તે લગ્ન કરવા માટે સારી સ્ત્રીની શોધમાં છે. મેં પણ મારી હકિકત જણાવી બીજા લગ્ન કરવાની તૈયારી બતાવતાં જગદીશભાઈએ મારી મુલાકાત પ્રકાશ સાથે કરાવી હતી.
યુવતીએ જણાવ્યું કે, મારા પુત્રને પણ ખોરાકની એલર્જી છે, તેને પણ ગળામાં ઈન્ફેક્શન થઈ જતું હોવાથી હું તેના માટે અવારનવાર કોલીબાગ શાકમાર્કેટમાં જગદીશ પાસે ફ્રુટ લેવા જતી હતી. ઘણીવાર તેઓ ઘરે આવીને ફ્રુટ આપી જતાં હોવાથી મારે તેમની સાથે ઓળખાણ થઈ હતી.
દરમિયાન મારા પતિએ મને કહ્યું કે, મારી જિંદગીનો કોઈ ભરોસો નથી અને હું તને કોઈ સુખ પણ આપી શકું તેમ નથી તો તું બીજા લગ્ન કરી લે. યુવતી તે માટે તૈયાર નહોતી પણ પતિના આગ્રહને કારણે પતિથી છુટાછેડા લેવાની કાર્યવાહી કરી સારા પાત્રને શોધવાનું શરૂ કર્યું હતું.
પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે કારેલીબાગમાં રહેતી 38 વર્ષીય પરણીતાએ પોલીસને જણાવ્યું હતું કે, 13 વર્ષ પહેલાં તેણે પ્રેમ લગ્ન કર્યાં હતાં અને આ લગ્નથી એક પુત્ર પણ થયો છે. મારા પતિ બીડીઓ વધુ પિતા હોવાથી તેમનાં ફેફસાં ખલાસ થઈ ગયાં છે, તેમજ તેમને બે વખત એટેક પણ આવ્યો છે. તેઓ સતત બિમાર રહે છે.
વડોદરાઃ કારેલીબાગમાં રહેતી યુવતીના પતિ સતત બિમાર રહેતા હતા તેથી પતિએ જ યુવતીને પોતે શારીરિક સુખ આપી શકે તેમ ના હોવાથી પોતાને છોડીને બીજા પુરૂષ સાથે સંબંધ બાંધવા સલાહ આપી હતી. આ સલાહ માનીને યુવતીએ ડિવોર્સ લઈને પોતાની જ જ્ઞાતિના યુવક સાથે પરિચય કર્યો પણ આ યુવકે લગ્ન કરવાની લાલચ આપી યુવતીને વારંવાર હવસનો શિકાર બનાવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -