MSUમાં યુવતીનો હાથ પકડીને જતો યુવક અજાણ્યો લાગતા સિક્યુરિટીએ રોક્યો, જાણો પછી શું થયો હોબાળો?
હોમસાયન્સ ફેકલ્ટી ખાતેની આ ઘટનાથી ઉપસ્થિત વિદ્યાર્થિનીઓ ડઘાઇ ગઇ હતી અને અફરાતફરી થાય તેવો માહોલ રચાયો હતો. જોકે વિજિલન્સ સ્ટાફે આવીને વિદ્યાર્થિની અને યુવકને લઇ જતાં વિદ્યાર્થિનોના શ્વાસ હેઠા બેઠા હતા. યુવક- યુવતીની સગાઇ થયેલી હોઇ વિજલન્સે બન્નેના વાલીઓ પાસેથી લેખિત નિવેદન લઇ વધુ કોઇ કાર્યવાહીની જરૂર ન હોઇ જવા દીધાં હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ સિક્યુરિટી ગાર્ડ સાથે દાદાગીરી કરનાર યુવકને તેના પિતાએ તમાચો મારી દીધો હોવાનું પણ જાણવા મળ્યું છે. યુવક-યુવતીના પરિવારે તેમની સગાઈ થઈ ગઈ હોવાનું અને આ તેમનો અંગત મામલો હોવાનું કહેતા અંતે મામલો થાળે પડ્યો હતો. જોકે, આ ઘટના સમયે અન્ય વિદ્યાર્થિનીઓ પણ ઉપસ્થિત હતી, જે આ દ્રશ્ય જોઇને ગભરાઈ ગઈ હતી. મામલો થાળે પડતાં તેમણે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
આ અંગેની વિગત એવી છે કે, ગઈ કાલે બપોરના સમયે ફેકલ્ટી ઓફ હોમ સાયન્સ ખાતે બહારનો યુવક ફેકલ્ટીમાંથી એક યુવતી સાથે બહાર આવી રહ્યો હતો. સિક્યુરિટી ગાર્ડે આ યુવક બહારનો જણાતાં તેને અટકાવી પૂછપરછ કરી હતી. ત્યારે યુવકે ગાર્જ સાથે દાદાગીરી કરી હતી. એક તબક્કે આ ઘટનાને પગલે આસપાસ ગભરાટનો માહોલ સર્જાયો હતો. યુવકે દાદાગીરી કરતાં ગાર્ડે વિજિલન્સ બોલાવી હતી.
વડોદરા: એમ.એસ.યુનિ.ની હોમ સાયન્સ ફેકલ્ટીના પરિસરમાં એક યુવતીનો હાથ પકડીને જતાં અજાણ્યા યુવકને જોઈને સિક્યુરિટી કર્મચારીએ અટકાવતાં યુવકે ગાર્ડને મારી નાંખવાની ધમકી આપતાં મામલો બિચકાયો હતો. કાપી નાંખવાની યુવકની ધમકીને પગલે વિજિલન્સ ટીમને બોલાવતાં યુવક-યુવતીને હેડ ઓફિસ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં બન્નેના વાલીઓને પણ બોલાવાતા આ યુવક-યુવતીની સગાઈ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -