પંચમહાલઃ પિતાએ રખાતને ઘરમાં બેસાડવા બે માસૂમ પુત્રોની કરી નાંખી હત્યા, પછી શું થયું?
ગોધરાઃ મોરવા હડફના ચોપડા બુઝર્ગ ગામે અનૈતિક સંબંધોમાં બે માસૂમ દીકરાઓની હત્યા કરી નાંખતા નાના એવા ગામમાં હડકંપ મચી ગયો છે. દીકરાઓની નિર્મમ હત્યા કર્યા પછી બંનેની લાશો ખેતરમાં પાણી ભરેલામાં કૂવામાં ફેંકી દીધી હતી અને પછી ફરાર થઈ ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સંબંધો આગળ વધતાં ભીખા પગીએ આ યુવતીને રખાત તરીકે રાખવાનું નક્કી કર્યું હતું. જોકે, આ બધામાં બે દીકરાઓ નડતર રૂપ હતા. જેને કારણે ભીખા પગીએ બંને દીકરાઓની હત્યા કરી નાંખી હતી અને હત્યાને અકસ્માતમાં ખપાવવામાં લાશ કૂવામાં નાંખી દીધી હતી અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ ઘટના કોઈ જોઇ જતાં આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. કૂવામાં શોધખોળ કરતાં બે માસૂમોની લાશ મળી આવતાં સમગ્ર વાતાવરણ માતાના રુદનથી ધ્રુજી ગયું હતું. પોલીસે બે પુત્રોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. પોલીસે ભીખો ઉર્ફે ભૌમીક સોમાભાઇ પગી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રાક્ષસી પિતાએ બંનેને ઝેરી દવા પીવડાવીને મારી નાંખ્યા હતા.
છેલ્લા એક મહિનાથી ભીખા સોમાભાઈ પગી પત્ની અને બે બાળકો હર્ષિલ(ઉ.વ.4) અને ધવલ(ઉ.વ.5) સાથે ચોપડા બુઝર્ગ ખાતે રહેતો હતો. અગાઉ ભીખાને બળાત્કારના કેસમાં જેલ થયેલી છે અને તેની સજા કાપ્યા પછી અહીં રહેવા આવ્યા હતા. દરમિયાન તેણે અન્ય યુવતી સાથે અનૈતિક સંબંધો શરૂ કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -