ગુજરાત ભાજપના ક્યા સાંસદના પુત્રનું બ્રેઈન ડેડથી થયું નિધન, જાણો વિગત
વેન્ટીલેટર પર રખાયેલા પ્રવિણસિંહની હાલત એકદમ ગંભીર હોવાની જાણ થતાં તેમનાં સાસંદ પિતા પ્રભાતસિંહ રાત્રે જ દિલ્હીથી વડોદરા આવી પહોંચ્યા હતાં. જોકે આજે તેમનું નિધન થયું હતું. જેમની આજે અંતિમયાત્રા નિકળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુત્રોના જણાવ્યા અનુસાર પ્રવિણસિંહને હોસ્પિટલ બ્રેઈન ડેડ હાલતમાં લવાયા હતાં અને ડોક્ટરોની ટીમે તેમને બ્રેઈન ડેડ અવસ્થામાંથી બહાર લાવવા માટે શક્ય બને એટલા તમામ પ્રયાસો પણ કર્યા હતાં.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા સ્થિત મહેલોલના મુવાડી ખાતે રહેતા પંચમહાલ જિલ્લાના સાંસદ પ્રભાતસિંહ ચૌહણના પુત્ર પ્રવિણસિંહની તબિયત બગડતાં તેમને સોમવારે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતાં.
મેહલોલની મુવાડી સહીત આસપાસના ગામજનોએ સ્વેચ્છાએ ધંધા રોજગાર બંધ રાખ્યાં હતા. પ્રવિણસિંહ ચૌહાણ થોડા સમય અગાઉ જ પક્ષ પલ્ટો કરી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતાં. ભાજપે ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમની પત્ની સુમનબેનને કાલોલ વિધાનસભા બેઠક પરથી ટીકિટ આપી હતી અને વિજેતા બન્યાં છે. પ્રવિણસિંહની આજે મહેલોલની મુવાડી ખાતે અંતિમ યાત્રા નીકળશે.
ગોધરા: પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર પ્રવિણસિંહની તબિયત લથડતાં સોમવારે વડોદરાની ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. બે દિવસથી પ્રવિણસિંહની હાલત લથડતાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સાંસદ પુત્રના અચાનક નિધનના કારણે ગામજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -