વડોદરામાં ઉદ્યોગપતિની દારૂની પાર્ટી પર પોલીસ ત્રાટકી, મહિલાઓ સહિત 225ની અટકાયત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટના રોજ પાર્ટીના આયોજન કરનાર માટે ચેતવણી રૂપ આ કાર્યવાહી છે. કાયદાનો ભંગ કરનાર કોઇને બક્ષવામાં નહીં આવે. તમામ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાશે.
જેમાં એક નામ આઈપીએલના પુર્વ ચેયરમેન ચિરાયુ અમિનનું પણ છે.
પાર્ટીમાંથી પકડાયેલા પૈકી મોટા ભાગના ઉદ્યોગપતિઓ, વેપારીઓ સહિતના નામાંકિત લોકો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે તમામ લોકો સાથે દારૂનો જથ્થો પણ કબજે કર્યો હતો. ઉપરાંત પોલીસે 150 જેટલી મોંધી ગાડી જેમાં મર્સીડીજ, બીએમડબ્લ્યુ, રેંજરોવર જેવી ગાડી પણ કબ્જે લીધી હતી. પોલીસે આ અંગે દારૂબંધીના સુધારેલા કાયદા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાઃ વડોદરા નજીક આવેલા ભીમપુરા પાસેના અખંડ ફાર્મ હાઉસમાં જામેલી દારૂની પાર્ટી પર રાતે જિલ્લા પોલીસે રેડ પાડતા 225થી વધારે ઉદ્યોગપતિ, વેપારીઓ સહિતના મોટા માથાં ઝડપાયા હતા. આ રેડ દરમિયાના ઘટના સ્થળે 70થી મહિલાઓ પણ હાજર હતી. રાજ્યમાં દારૂબંધીનો કાયદો કડક બનાવ્યા બાદ પોલીસે આ અંગે પ્રથમ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ થરી હતી. ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગપતિ અને ફાર્મ હાઉસના માલિક જિતેન્દ્ર શાહની પૌત્રીની સગાઈ પ્રસંગે મહેમાનો માટે દારૂની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જિલ્લા પોલીસને ભીમપુરા પાસેના અખંડ ફાર્મ હાઉસમાં શુક્રવારે રાતે દારૂની પાર્ટી ચાલતી હોવાની બાતમી મળી હતી જેને પગલે 50થી વધુ પોલીસ કર્મચારીઓે રાત્રે 10-30 કલાકે દરોડો પાડ્યો હતો.
આ દરોડા સમયે અંદાજે 225થી વધુ લોકો ત્યાં હાજર હતા. જેમાં 70 જેટલી મહિલાઓ પણ હતી. પોલીસને ત્યાંથી 10-15 પેટી દારૂ મળ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -