વડોદરાઃ 2654 કરોડની કૌભાંડી ભટનાગર બંધુ ત્રિપુટી ઉદયપુરની વૈભવી હોટલમાં કરતા હતા જલસા ને........
ફરાર અમીત ભટનાગર વડોદરાના કેટલાક તેના અંગત મિત્રોના સંપર્કમાં હોવાની વિગતો સી.બી.આઇ.ની તપાસમાં ખૂલવા પામી હતી. ત્રોના જણાવ્યાં મુજબ અમિત ભટનાગર દ્વારા વિવિધ લોકો સાથે ફોન દ્વારા વાતચીત કરવામાં આવતી હોવાના કારણે તેનું લોકેશન ટ્રેસ થતાં આજે તેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રાથમિક પૂછપરછમાં તા.6થી ત્રણ શખ્સ ઉદયપુરની હોટલમાં રોકાયા હોવાનું સ્પષ્ટ થવા પામ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી અમીત ભટનાગર લંડન ફરાર થઇ ગયો હોવાની વાતો ઉદ્યોગ જગતમાં ચર્ચાતી હતી ત્યારે આજે ત્રણે શખ્સની ઉદયપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.
બીજી તરફ ભટનાગર બંધુને ઝડપી પાડવા માટે સી.બી.આઇ.એ ગુજરાત એ.ટી.એસ.ની પણ મદદ લીધી હતી અને આજે એવી ચોક્કસ બાતમી મળી હતી કે, ભટનાગર બંધુ ઉદયપુર ખાતેની વૈભવી પારસ મહેલ હોટલમાં રોકાયા છે એટલે આ બાતમીના આધારે રેડ પાડવામાં આવતાં અમીત, સુમીત અને સુરેશ ભટનાગર મળી આવતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
તા.5 એપ્રિલના રોજ સી.બી.આઇ.એ ભટનાગરના મકાન અને ઓફિસ ખાતે દરોડા પાડ્યાં હતા અને ત્યાર બાદ અમિત ભટનાગર અને સુમિત ભટનાગર ફરાર થઇ જતાં તેની સામે નોન બેલેબલ વોરંટ પણ મેળવવામાં આવ્યું હતું.
વડોદરા સ્થિત ડાયમંડ પાવર ઇન્ફ્રા. કંપનીના સંચાલકોના આર્થિક સંકટના તરકટ બાદ મચેલા હોબાળાના પગલે સીબીઆઇએ ડીપીઆઇએલના સ્થાપક એવા સુરેશ નરૈન ભટનાગર, મેનેજીંગ ડાયરેક્ટર અમીત સુરેશ ભટનાગર તથા જોઇન્ટ મેનેજીંગ ડાયરેક્ટરે બેન્કના કેટલાક અધિકારીઓ તથા કેટલાક અજાણી વ્યક્તિઓની સાથે ભેગા મળીને અગિયાર બેન્કોના સાથે વ્યવસ્થિત કાવત્રુ રચીને ફાયદો ઉઠાવ્યો હતો. તારીખ ૨૬મી માર્ચના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યાર પછી તારીખ પાંચના રોજ સીબીઆઇની ટીમ ડાયમંડ પાવરના સંચાલકોના નિવાસસ્થાન તેમજ ઓફિસો પર ત્રાટકી હતી. જો કે, અમિત ભટનાગર અને સુમિત ભટનાગર સહિત અન્ય તે અગાઉ ફરાર થઇ ગયા હતા.
વડોદરાઃ ગુજરાત સરકારના વગદાર નેતાઓના જોરે અગીયાર બેન્કોનું ૨૬૫૪ કરોડનું ફુલેકુ ફેરવનાર વડોદરાના કૌભાંડી ભાગેડુ ઉદ્યોગપતિ અમિત ભટનાગર સહિત ત્રણની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. ડાયમંડ પાવર ઇન્ફ્રા. લી.ના સ્થાપક સુરેશ ભટનાગર અને તેમના બે દિકરાઓની સામે સીબીઆઇએ ગત તારીખ ૨૬મીના રોજ ગુનો દાખલ કર્યો હતો. ત્યાર પછી આવકવેરા અને ઇડીએ પણ સપાટો બોલવતા ત્રણેવ ભાગેડુ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -