હળવદના તોફાનો અંગે ક્યા સમાજ વિરૂદ્ધ બેફામ ઉચ્ચારણો કરતો વીડિયો થયેલો વાયરલ, જાણો
જેને પગલે ગત મોડી રાત્રે ક્ષત્રીય સમાજનું 400થી વધુ લોકોનું ટોળુ દંતેશ્વરની અનુ સોસાયટી ખાતે આવી પહોંચ્યું હતું. જે અંગેની જાણ સ્થાનિક પોલીસને કરાતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચી હતી. જોકે કોઇ અનિચ્છની ઘટના ન બને તે માટે પોલીસ કાફલો દંતેશ્વરમાં ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે ક્ષત્રીય સમાજ દ્વારા સમગ્ર મામલે મરપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મુકેશ ભરવાડ અને તેના સાગરીત તેજા ભરવાડ વિરૂધ ગુનો નોંધી તેઓ શોધખોડ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App15મી જૂલાઇના રોજ દેતેશ્વર સ્થિન અનુ સોસાયટીમાં રહેતા મુકેશ જહાભાઇ ભરવાડ અને તેનો સાગરિત તેજા ભરવાડે, અપશબ્દોથી ભરપુર એક ઉશકેરણીજનક વીડિયો સોશીયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જેમાં ક્ષત્રીય સમાજના જાતી વિરૂધના બીભત્સ ઉચ્ચારણ કરવામાં આવ્યા હતા. જે વીડિયો સોશીયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
વડોદરામાં ભરવાડ સમાજના એક શખ્સે અયોગ્ય ભાષાનો ઉપ્યોગ કરી ક્ષત્રીય સમાજ વિરૂધ ઉચ્ચારણ કરતો વીડિયો સોશીયલ મીડીયામાં વાઇરલ કર્યો હતો. જેથી મકરપુરા પોલીસે ઉશકેરીજનક વીડિયો સોશીયલ મીડિયામાં અપલોડ કરનાર અને તેના સાગરિત વિરૂધ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાઃ ધ્રાંગધ્રાના ક્ષત્રિય સમુદાયના નેતા અને ધ્રાંગધ્રાના ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ ઈન્દ્રસિંહ ઝાલાની ગયા શુક્રવારે કરાયેલી હત્યાને પગલે ધ્રાંગધ્રામાં હિંસક ઘટનાઓ બાદ મોરબી જિલ્લાના હળવદ નગરમાં ક્ષત્રિય અને ભરવાડ જૂથ વચ્ચે અથડામણ ફાટી નીકળતાં પરિસ્થિતિ તંગ થઈ હતી. ઝાલાની હત્યા અને જૂથ અથડામણના પડઘાં મોરબી ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પડ્યા છે. જેનો રેલો હવે વડોદરા સુધી પહોંચ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -