અમેરિકાથી પરત ફરેલી સાળીને પત્ની તરીકે રાખવા બનેવીનો કોર્ટમાં દાવો, જાણો પછી શું થયું?
વડોદરાઃ વડોદરાના ગૌરાંગ દેવેન્દ્ર શાસ્ત્રી સામે અમેરિકાથી પરત ફરેલી તેની સાળીએ પોતાની જાણ બહાર લગ્ન રજિસ્ટ્રેશનના ખોટા દસ્તાવેજો ઊભા કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. યુવતીએ આ સાથે આ લગ્ન રજિસ્ટ્રેશનમાં મદદગારી કરનાર અન્ય ત્રણ લોકો સામે પણ પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીના બનેવીએ કોર્ટમાં લગ્નજીવનનના હક્ક ભોગવવા માટે કોર્ટમાં દાવો કરતાં આ સમગ્ર હકિકત સામે આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે આ યુવતીએ બનેવી ગૌરાંગ દેવેન્દ્ર શાસ્ત્રી (રહે. પ્રભુપાર્ક સોસાયટી, ગોત્રી), મનહરલાલ ગજાનંદ જાની ( રહે. નિકુંજ એપાર્ટમેન્ટ, વડોદરા), વિક્રમ અંબાલાલ પઢીયાર( રહે. કુંજન એપાર્ટમેન્ટ, અલકાપુરી) અને પાદરાના સાંગમા ગામના તલાટી કમ મંત્રી અમર મહેન્દ્ર જાદવ ( રહે. વેરાવળ, જૂનાગઢ) સામે ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ તેના બનેવી ગૌરાંગે સાળી પ્રિયા સાથે લગ્નજીવનના હક્ક ભોગવવા અંગેનો કોર્ટમાં દાવો કર્યો હતો. આને કારણે પરિવારમાં હોબાળો મચી ગયો છે. જેની જાણ અમેરિકા રહેતા યુવકને થઈ જતાં તેણે લગ્ન ફોક કરી નાંખ્યા હતા.
લગ્નના બોગસ દસ્તાવેજો ઊભા કરનાર ગૌરાંગે પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા છે. રૂ. 100ના સ્ટેમ્પ પેપર પર તેને પત્નીને છૂટાછેડા આપેલા છે. ગૌરાંગે સાળીના નામે ખરીદેલી મિલકતમાંતી નામ રદ કરવા માટે પણ કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, આણંદના પેટલાદની પ્રિયા(નામ બદલ્યું છે) વડોદરા ખાતે પોતાની ફોઇની દીકરીના ઘરે રહી ફિઝિયોથેરાપીમાં ઇન્ટર્નશીપ કરતી હતી. ઇન્ટર્ન પુરુ થયા બાદ તે અમેરિકા જતી રહી હતી. છ મહિના અમેરિકા રહ્યા પછી તે પોતાના માતા-પિતા પાસે રહેવા આવી ગઈ હતી. દરમિયાન તેના અમેરિકાના યુવક સાથે લગ્ન પણ નક્કી થઈ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -