વડોદરાઃ યુવતી ઘરેથી જોબ જવાનું કહીને નીકળતી ને પછી પ્રેમી સાથે મનાવતી રંગરેલીયા, કઈ રીતે ફૂટ્યો ભાંડો?
વડોદરાઃ એમબીએનો અભ્યાસ કરેલી એક યુવતીને પોતાની સગાઇ થઈ ગઈ હોવાં છતાં પરણીત પ્રેમી સાથે સંબંધ રાખવા ભારે પડી ગયા છે. ફિયાન્સીના પ્રેમસંબંધની જાણ થતાં યુવકે સગાઇ તોડી નાંખી છે. આ યુવતી ઘરેથી જોબ પર જવાનું કહીને છેલ્લા બે વર્ષથી પરણીત યુવકને મળવા માટે જતી હતી. પ્રેમીએ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતાં આ ઘટના પ્રકાશમાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, આ સમગ્ર હકિકત પ્રિયાના ફિયાન્સને થતાં તેણે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, પરિવારે દીકરીની ભૂલને સ્વીકારી હાલ તેને કરિયર તરફ ધ્યાન આપવા મનાવી લીધી છે અને તેને વિદેશ ભણવા મોકલી દીધી છે.
પ્રિયાના લગ્ન નક્કી થઈ જતાં તેણે પ્રેમીને હવે નહીં મળી શકીએ તેમ જણાવ્યું હતું. જોકે, પ્રેમીએ તેને છોડી દેવાના બદલે તેના ફોટા અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરી હતી. જેથી સગાઇ બાદ પણ પ્રિયાએ પ્રેમીને મળવાનું ચાલું રાખ્યું હતું. પ્રિયા ફરીથી તાબે થઈ જતાં પ્રેમીએ લગ્ન પછી પણ સંબંધો ચાલું રાખવા દબાણ કરવા માંડ્યું હતું.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના પોશ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે)એ એમબીએ કરેલું છે અને તેની સગાઇ એન્જિનિયર યુવક સાથે થઈ હતી. દરમિયાન પ્રિયાને ફેસબૂક પર પરણીત યુવક સાથે મિત્રતા થઈ હતી. એક-બે મુલાકાતો પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
આથી પ્રિયાએ પ્રેમીને લગ્ન પછી સંબંધ રાખવા સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. જોકે, પ્રેમીએ તેની કોઈ જ વાત સાંભળી નહોતી. આ અંગે પરિવારને ખબર પડી જતાં તેમણે પરણીત યુવકને ધમકાવ્યો હતો અને ફરીયાદ કરવાની ધમકી આપી પ્રિયાના તમામ વીડિયો અને ફોટા ડિલીટ કરાવ્યા હતા.
આ પછી બંને વચ્ચે મુલાકાતોનો દૌર શરૂ થઈ ગયો હતો. જોકે, ઘરે કોઈને ખબર ન પડે તે માટે તેણે ખાનગી કંપનીમાં નોકરી મળી ગઈ હોવાનું બહાનું બતાવ્યું હતું. તે છેલ્લા બે વર્ષથી આવી રીતે પ્રેમીને મળવા જતી હતી. તેનો પ્રેમી તેને દર મહિના પગારના દસ હજાર ઉપરાંત તેના તમામ પ્રકારના મોજશોખ પૂરા કરતો હતો. તેમણે વડોદરામાં જ ભાડેથી ફ્લેટ રાખ્યો હતો અને આખો દિવસ તેઓ સાથે રહેતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -