વડોદરાઃ સગીરાને ભગાડી ગયો ફૈઝલ, નવ મહિનાથી લાપતા દીકરીને શોધવા પિતાએ શું કર્યું? જાણો
સગીરાના પિતાએ પોલીસ તપાસથી કંટાળી જાતે તપાસ કરતાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ફૈઝલે 11 ફેસબુક એકાઉન્ટ બનાવ્યાં હતાં અને બ્રાંડેડ કપડાંમાં પોતાના ફોટા અપલોડ કર્યા હતા. જો કે ગત જાન્યુઆરી માસમાં ફૈઝલે ફેસબુક એકાઉન્ટમાં નવો ફોટો અપલોડ કર્યો હતો, જે અંગે માજંલપુર પોલીસનું ધ્યાન દોર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા: શહેરના માંજલપુરમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાને નવ મહિના પહેલા ફૈઝલ વણકર નામનો વિધર્મી યુવક ભગાડી ગયો હતો. પિતાએ સગીર પુત્રીને શોધવા માટે ખૂબ પ્રયાસો કર્યા પછી પણ પતો ન લાગતા આખરે પિતાએ પુત્રીને મેળવા માટે હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પસ દાખલ કરી છે. હાઇકોર્ટે આ મામલે પોલીસને તપાસ કરીને રિપોર્ટ આપવા હુકમ કર્યો છે.
પોલીસ સ્ટેશનના ધક્કાથી કંટાળેલા પિતાએ અંતે હેબિયર્સ કોર્પસ દાખલ કરીને પુત્રીને મેળવવા હાઈકોર્ટમાં અરજ કરી હતી. હેબિયર્સ કોર્પસ બાદ હાઇકોર્ટે સગીરા અને યુવકની સંપૂર્ણ તપાસ કરીને અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. આગામી 20 એપ્રિલે વધુ સુનાવણી યોજાશે.
માંજલપુરમાં રહેતી અને 12મા ધોરણમાં અભ્યાસ કરતી સગીરાના પિતાએ ગત 28 ઓગસ્ટે માંજલપુર પોલીસ સ્ટેશનમાં પોતાની દીકરીને અવધૂત ફાટક પાસે રહેલો ફૈઝલ વણકર લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં સગીરા કે ફૈઝલ વિશે કોઇ જ માહિતી મળી શકી ન હતી. બીજી તરફ પુત્રીને મેળવવા માટે પિતાએ 9 મહિના પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -