વડોદરાઃ 'મારી પત્નીને બીજા યુવક સાથે સંબંધ છે, મારા માતા-પિતાને ન્યાય અપાવજો જજ સાહેબ'
જજ સાહેબ જેની સાથે લવ મેરેજ કર્યા તે છોકરી અમારા લગ્ન પહેલા પણ હેમંત નામના છોકરા સાથે તેના સંબંધ છે અને લગ્ન બાદ પણ તે તેના કોન્ટેકમાં છે. જેનો પુરાવો મે આપેલ મોબાઇલ કાર્ડના કોલ રેકોર્કમાં છે. તો સાહેબ પુરી તપાસ કરી મારા મા-બાપને ન્યાય અપાવશો. આ બનાવ અંગે વારસિયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમારા મા-બાપ જેવા સત્ય એ લોકોમાંથી કોઇ નથી, જેઓને મારા કારણે આ બધુ વેઠવુ પડે છે જે લીધે પપ્પા-મમ્મી તમારી માફી માગુ છુ. આ જિંદગીમાં મને જેવી એક બહેન મળી છે. તેવી જ બધી જિંદગીમાં તુ જ મળે. બ્રીજલકુમાર મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજો નેહલ-બ્રીજલકુમાર મને માફ કરજો, હું તમારા કે સિયાના માટે કંઇ ન કરી શક્યો.
એને મારા મા-બાપ પાસેથી ખોટા રૂપિયા પડાવવા છે. એમાં એના મા-બાપનો પણ સાથ છે. જો કાનુન સત્યનો જ સાથે આપે છે તો એ લોકો સામે સત્ય પગલા ભરે જેના લીધે છેલ્લા 3 વર્ષથી મારા કુંટુંબવાળા માનસિક-શારીરિક ત્રાસ ભોગવે છે.
વડોદરા: લવ મેરેજ કરનાર યુવકની પત્નીએ ત્રણ મહિનામાં જ પિયર જતા રહ્યા પછી કોર્ટ કેસ કરી 15 લાખની માગણી કરતાં હતાશ થયેલા યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવકે આપઘાત કરતાં પહેલા સૂસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે પત્નીના અન્ય યુવક સાથે સંબંધ હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે યુવકે પોતાના માતા-પિતાને ન્યાય અપાવવાની જજ સાહેબને સૂસાઇડ નોટમાં વિનંતી કરી છે.
આ બાબતે 10 એપ્રિલ, 2014ના રોજ પાંચ-છ દિવસમાં ઘરે રહેવા જાવ છુ. એમ કહીને એ ગઇ અને ત્યારબાદ એની મોટી બહેન હિના, મયુર પટેલ, વૈશાલી તથા આલોક શર્માની વાત માની એને મારા અને મારા મા-બાપ પર ખોટા-ખોટા પોલીસ ફરિયાદ રૂપિયા 15 લાખની માંગણી કરી.
મારી સેલેરી બાબતે શિતલ ઝગડા કર્યા અને રાત્રે એક વાગે ઘરની બહાર જવા નીકળી ગઇ હતી. પરંતુ મારા માતા-પિતાએ એને પોતાની છોકરીની જેમ સમજાવી હતી અને એની સામે જ મને બે લાફા માર્યા હતા. મારા માતા-પિતાએ એને મારા કરતા વધારે વિશ્વાસથી એની સાથે સારૂ વર્તન કરતા હતા.
શિતલને જમવાનું પણ બનાવતા આવડતુ ન હતુ. તેની સેલેરી તેની મોટી બહેનને આપતી હતી. જે મકાનની લોન ચાલતી હતી અને તેના ઘરમાં આપી દેતી હતી. તેની મોટી બહેન જે પ્રમાણ કહેતી એવુ જ એ મારા ઘરે કરતી હતી. લગ્નના ત્રણ મહિનામાં તેણે મારી સાથે સેલેરી બાબતે બે વખત ઝગડા કર્યા હતા.
કેયૂરે સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, મારી છેલ્લી ઇચ્છા છે કે, મારા મૃત્યુ પછી મારી આંખો મારા પપ્પાને ડોનેટ થાય પ્લીઝ. મારા મોતનું કારણ મેં જેની સાથે લગ્ન કર્યા તે શિતલ છોટાલાલ શર્મા તથા તેના ઘરમાં રહેતા તેની બે મોટી બહેન હિના અને વૈશાલી તથા તેમના પતિ મયુર પટેલ અને આલોક શર્મા છે. 12/12/2013ના રોજ લગ્ન કર્યા બાદ શિતલ મારા ઘરે રહેવા આવી અને એ જોબ કરતી હતી.
વડોદરાના ન્યુ વી.આઇ.પી.રોડ પર આવેલા રાધાપાર્ક સોસાયટીમાં રહેતા કેયૂર અરવિંદભાઇ સોની(ઉ.વ.33)એ પોતાના ઘરે ઓઢણી વડે ગળાફાસો ખાઇ જીવાદોરી ટુંકાવી નાંખી હતી. આ યુવકના મૃતદેહ પાસેથી એક જજ સાહેબને ઉદ્દેશીને લખેલી બે પાનાની સૂસાઇડ નોટ મળી આવી છે, જેમાં પત્ની અને તેની બે બહેન અને બનેવીને જવાબદાર ઠેરવ્યાં હતાં. પોલીસે ચિઠ્ઠી કબજે કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -