વડોદરાઃ વિદ્યાર્થીનું ટ્રેન નીચે કચડાઈ જવાથી મોત, મોબાઈલમાં હતો મશગુલ
વિદ્યાર્થી કિશન તળપદા તેની માતા-મામા અને નાના-નાની સાથે રહે છે. પરિવારનો એકનો એક દીકરો હતો. ઘટનાને નજરે જોનાર ત્રણ મિત્રો પૈકી બે તો ગભરાઇ જતાં પોલીસ સમક્ષ આવ્યા ન હતા પરંતુ એક મિત્રનું નિવેદન લેતાં તેણે આ વિગતો આપી હોવાનું છાણી પોલીસ સ્ટેશનનાં મહિલા પીએસઆઇ ટંડેલે જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછાણી ભાથુજીનગર પાસે રહેતો 18 વર્ષીય કિશન વિજય તળપદા(પટેલ) નામનો વિદ્યાર્થી શનિવારે સાંજે 3 મિત્રો સાથે ઓમકારપુરા ખાતે મેળો જોવા ગયો હતો. ચારે મિત્રો છાયાપુરી બ્રિજ પાસે રેલવે ટ્રેક પરથી પસાર થઇ રહ્યા હતા. રેલવે ટ્રેક ઓળંગતા સમયે કિશને મોબાઈલમાં એટલો મશગુલ હતો કે ટ્રેક પર આવતી ટ્રેનનો અવાજ પણ તેને ન સંભળાયો.
ટ્રેનના ડ્રાઇવરે વારંવાર હોર્ન માર્યાં હતાં પરંતુ મોબાઇલમાં મશગુલ કિશને કશુંય સાંભળ્યું ન હતું. આ સમયે મિત્રોનું ધ્યાન પડતાં બૂમાબૂમ કરતાં અચાનક કિશનનું ધ્યાન ગયું હતું પરંતુ તેનાથી નીચે કૂદાય તેવી સ્થિતિ ન હોવાથી ગરનાળા પર રેલવે ટ્રેકની બાજુમાં જ નીચે બેસી ગયો હતો. આ સમયે ટ્રેનનું એન્જિન તો પસાર થઇ ગયું પરંતુ કોચના દાદર માથામાં અથડાતાં તેને ગંભીર ઇજા થતાં લોહીલુહાણ થઇ ગયો હતો. મિત્રોની નજર સામે જ કિશનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
વડોદરા: શહેરના છાણી વિસ્તારમાં રહેતો ધો. 12ના વિદ્યાર્થીનું ટ્રેન અકસ્માતમાં મોત થયું છે. છાયાપુરી પાસે રેલવે ટ્રેક ઓળંગતા સમયે વિદ્યાર્થી મોબાઇલમાં એટલો મશગુલ હતો કે ટ્રેનનાં હોર્ન પણ સંભળાયાં ન હતાં. અચાનક ગરનાળા પાસે બેસી જતાં ટ્રેનનું એન્જિન પસાર થઇ ગયું હતું પરંતુ કોચના દાદર માથામાં અથડાતાં ગંભીર ઇજાથી મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી મિત્રો સાથે ઓમકારપુરામાં મેળો જોવા નીકળ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -