અમદાવાદઃ ભાવસાર હોસ્ટેલ પાસે કાર ચાલકે રાહદારીને કચડી નાંખતા મોત, સીસીટીવી આવ્યા સામે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદ: શહેરના નવા વાડજ સ્થિત ભાવસાર હોસ્ટેલ નજીક આજે વહેલી સવારે દૂધ લેવા જતા એક રાહદારીને સફેદ કલરની કાલે ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે ફૂલ સ્પીડમાં જઈ રહેલી કાર રાહદારીને અડફેટે લે છે. વાડજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આરોપી વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
નવા વાડજમાં ભાવસાર હોસ્ટેલ નજીક જસુધારા નામનું નવું બિલ્ડિંગ બની રહ્યું છે. આ સ્કીમમાં રમેશભાઇ સુરતાનભાઇ ડાંગી (ઉં.વ.૩પ) ત્યાં રહી કડિયાકામ અને મજૂરીકામ કરતા હતા. આજે સવારે પ.૩૦ વાગ્યાની આસપાસ રમેશભાઇ દૂધ લેવા જઇ રહ્યા હતા, ત્યારે બીઆરટીએસ બસસ્ટેન્ડ નજીક તેઓ રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ ઝડપે નીકળેલા વાહને રમેશભાઇને ટક્કર મારતાં તેઓને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.