અમદાવાદઃ ગંદકીમાં કચોરી-સમાસો બનાવતો ઇન્દોર ચાટનો વીડિયો વાયરલ, જાણો પછી શું થયું?

Continues below advertisement
અમદાવાદઃ શહેરમાં આરોગ્ય સાથે છેડા થાય તેવા ખાદ્ય પદાર્થ ખુલ્લેઆમ વેચાય રહ્યા છે, ત્યારે હવે તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદમાં કચોરી અને સમોસાના પ્રખ્યાત વેપારી ઇન્દોર ચાટનો ગંદકીમાં આ ફરસાણ બનાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અમદાવાદ પશ્ચિમ ઝોનના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી ઇન્દોર ચાટ સામે પગલાં લીધા અને સીલ મારવામાં આવ્યું.

આ વાયરલ થયેલ વીડિયોની તપાસ કરવા માટે એબીપી અસ્મિતાની ટીમ તે દુકાન પર પહોંચી પણ ત્યાં સીલ મારેલ હતું ત્યાર બાદ અમદાવાદ મહાનગર પાલિકામાં તપાસ કરતા માલુમ થયું કે આ વીડિયો આ દુકાનનો જ છે અને જે તસવીરો છે તે આ દુકાનની છે. છેલ્લા ઘણા સમયથી લોકોના આરોગ્યને જોખમ થાય તેવા પદાર્થ વેચાય રહ્યા છે, ત્યારે શહેરના પ્રખ્યાત ઇન્દોર ચાટમાં પણ લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે, તેવો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોના આધારે અમદાવાદ મ્યુ કોર્પોરેશનના પશ્ચિમ વિભાગે કાર્યવાહી કરી અને આ ફરસાણ ની દુકાન માં કાર્યવાહી હાથ ધરી.
શહેરમાં આરોગ્ય સાથે છેડા થાય તેવા ખાદ્ય પદાર્થ ખુલ્લેઆમ વેચાય રહ્યા છે, ત્યારે હવે તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદમાં કચોરી અને સમોસાના પ્રખ્યાત વેપારી ઇન્દોર ચાટનો ગંદકીમાં આ ફરસાણ બનાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અમદાવાદ પશ્ચિમ ઝોનના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી ઇન્દોર ચાટ સામે પગલાં લીધા અને સીલ મારવામાં આવ્યું.

આ વાયરલ થયેલ વીડિયોની તપાસ કરવા માટે એબીપી અસ્મિતાની ટીમ તે દુકાન પર પહોંચી પણ ત્યાં સીલ મારેલ હતું ત્યાર બાદ અમદાવાદ મહાનગર પાલિકામાં તપાસ કરતા માલુમ થયું કે આ વીડિયો આ દુકાનનો જ છે અને જે તસવીરો છે તે આ દુકાનની છે. છેલ્લા ઘણા સમયથી લોકોના આરોગ્યને જોખમ થાય તેવા પદાર્થ વેચાય રહ્યા છે, ત્યારે શહેરના પ્રખ્યાત ઇન્દોર ચાટમાં પણ લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે, તેવો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોના આધારે અમદાવાદ મ્યુ કોર્પોરેશનના પશ્ચિમ વિભાગે કાર્યવાહી કરી અને આ ફરસાણ ની દુકાન માં કાર્યવાહી હાથ ધરી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram